કડી શહેરમાં ગૌ માતા ચેતના પદયાત્રા સ્વાગત કરાયું

31 વર્ષીય ગો-પર્યાવરણ અને અધ્યાત્મ ચેતના પદયાત્રા (હલ્દી ઘાટીથી સંપૂર્ણ ભારત હલ્દી ઘાટી રાજસ્થાનથી સંપૂર્ણ ભારત પરિભ્રમણ કરી ગૌ-માતા પ્રત્યે ચેતના જગાવવાના હેતુથી નીકળેલ પદયાત્રા બુધવારના રોજ કડી શહેરના ભવપુરા વિસ્તાર માં આવેલ ઉમિયા માતાજીના મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું. ગૌ માતાનું પૂજન અને ગૌ માતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. જેમાં કડી APMCના ચેરમેન, કડી નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન, કોર્પોરેટર, કડી શહેર ભાજપના પ્રમુખ અને મહામંત્રી, કડી શહેરના નગરજનો, વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગાવાહીની અને બજરંગ દળના કાર્યકર્તાઓ તથા વિવિધ સંસ્થાઓ દ્વારા આ પદયાત્રાનું પૂજન તથા અભિવાદન કરવામાં આવ્યું હતું.