કટોસન સ્ટેટ ના રાજવી ધર્મપાલ સિંહ દ્વારા ચાંદલા વિધિના 11.51 લાખ રૂપિયા પરત કરી કુરીવાજ ને તિલાંજલિ આપી

કટોસન સ્ટેટ ના રાજવી ધર્મપાલ સિંહ દ્વારા ચાંદલા વિધિના 11.51 લાખ રૂપિયા પરત કરી કુરીવાજ ને તિલાંજલિ આપી
કટોસણ સ્ટેટના રાજવી ધર્મપાલ સિંહજી ની બુધવારના રોજ તેમના નિવાસ સ્થાને ચાંદલા વિધિ યોજાઈ હતી જેમાં કન્યા પક્ષ તરફથી ચાંદલા પેટે આપવામાં આવેલ રૂ.11.51 લાખ તેમણે પરત કરી રાજપૂત સમાજમાં ચાલતા કુરીવાજો પ્રત્યે જાગૃતતા નું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
જોટાણા તાલુકાના કટોસણ ધનપુરા ખાતે આવેલ દરબાર ગઢ માં ઠાકોર સાહેબ ધર્મપાલસિંહજી ઝાલા ના સગાઈ પ્રસંગ નિમિતે ચાંદલા વિધિ કાર્યક્રમ બુધવારના રોજ યોજાયો હતો.જેમાં સાફો બાંધવાની વિધિ યોજાઈ હતી.ધર્મપાલસિંહજી ને મધ્યપ્રદેશ ના રતલામ ના કેશુર સ્ટેટ ના કન્યા પક્ષ દ્વારા રીવાજ પ્રમાણે ચાંદલા પેટે રું. અગિયાર લાખ એકાવન હજાર આપવામાં આવ્યા હતા.જે ચાંદલાની રકમ ધર્મપાલસિંહજી સુરેન્દ્રસિંહજી ઝાલાએ કન્યા પક્ષ વાળાને કાકાસાહેબશ્રી પૃદયુમનસિંહજી દ્વારા પરત કરી ચુંવાળ ૮૪ (કટોસણ સ્ટેટ) રાજપૂત સમાજમાં કુરીવાજો પ્રત્યે જાગૃતતા લાવવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.આ પ્રસંગમાં ભાજપના પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ,બેચરાજી ધારાસભ્ય ભરતજી ઠાકોર,પ્રમુખ રાજપૂત કરણી સેના ગુજરાત જે.પી.જાડેજા,ભરતભાઈ કાઠી, ગુજરાત રાજ્યના રજવાડા ના આગેવાનો અને ચુંવાળ – ૮૪ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ :.અર્જુનસિંહ ઝાલા જોટાણા