જામનગર મનપાની કચેરીમાં ઓમીક્રોન વેરિએન્ટની સાવચેતી માટે શરૂ કરાયો વોર રૂમ

જામનગર મનપાની કચેરીમાં ઓમીક્રોન વેરિએન્ટની સાવચેતી માટે શરૂ કરાયો વોર રૂમ
Spread the love

જામનગર શહેરમાં ઓમી ક્રોન વેરિયન્ટ પોઝિટિવ કેસ સામે આવ્યા પછી જામનગર મહાનગર પાલિકાનું તંત્ર એલર્ટ બની ગયું છે, અને નવા વેરિએન્ટ સામે સાવચેતીના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાની કચેરી માં વૉર રૂમ શરૂ કરી દેવાયો છે.

મ્યુનિ.કમિશનર ની આગેવાની હેઠળ 120થી વધુ ટીમો શહેરમાં કાર્યરત કરી દેવાઈ છે અને કોવિડ ટેસ્ટ, વેક્સિનેશન સહિતના તમામ આરોગ્ય વિષયક પગલા ભરવા માટે તેમજ સોશિયલ ડિસ્ટન્સ નું પાલન થતું રહે, અને કોરોના નું સંકરણ વધુ ન ફેલાય તે માટે ના તમામ ચાંપતાં પગલાં ભરવામાં આવી રહ્યા છે.

જામનગર શહેરમાં ઝિમ્બાબ્વેથી આવેલા એક વૃદ્ધનો ઓમીક્રોન વેરિયન્ટનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા પછી મહાનગર પાલિકાનું તંત્ર હરકતમાં આવી ગયું છે, સાથોસાથ દર્દીના પરિવારના અન્ય બે સભ્યોને પણ ઓમીક્રોન વેરિએન્ટમાં શંકાસ્પદ દર્દી ગણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી લીધા છે.

જામનગર શહેરમાં ઓમીક્રોન વેરિયન્ટ ની સામે સાવચેતી માટે મ્યુનિ.કમિશનર વિજય કુમાર ખરાડી ના સીધા માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકાની કચેરી માં વૉર રૂમ શરૂ કરી દેવાયો છે અને કોરોના સંબંધિત તમામ ગતિવિધિઓ પર બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મ્યુનિ.કમિશનર વિજય કુમાર ખરાડી અને ડી.એમ.સી. એ.કે.વસ્તાણીની રાહબરી હેઠળ જુદી જુદી 120 ટુકડી બનાવીને આરોગ્ય વિષયક પગલા ભરવા માટે દોડતી કરી દેવામાં આવી છે.

જામનગર શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં વેક્સિનેશન તેમજ કોવિડ ટેસ્ટ ની કાર્યવાહીને વેગવંતી બનાવી દેવામાં આવી છે. બહારગામથી આવનારા લોકોનું પણ બારીકાઈથી સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ ફેલાય નહીં, તે માટેના ચાંપતા પગલાં ભરવા માટે એક કવિક રિસ્પોન્સ ટીમને પણ દોડતી કરી દેવામાં આવી છે. જે શહેરના મુખ્ય બજારો સહિતના વિસ્તારોમાં ફરીને લોકોને સાવધાન રહેવા માર્ગદર્શન પૂરું પાડશે.

સોશિયલ ડિસ્ટન્સનું પાલન જળવાઈ રહે, તેના ભાગરૂપે માર્ગ પર થતી ભીડ એકઠી કરતી હોય તેવી લારીઓ હટાવવાનું શરૂ કરી દેવાયું છે. સાથોસાથ લોકો માસ્ક પહેરીને જ બહાર નીકળે તેવી સૂચના આપવામાં આવી રહી છે.

content_image_ff2633dc-c9c3-4651-9048-e03c9767b416.jpeg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!