જામનગર જિલ્લાની 161 ગ્રા.પં.ની સામાન્ય ચૂંટણીમાંથી 38 ગ્રામ પંચાયત બિન હરીફ, 123માં ગ્રા.પં માં થશે મતદાન

જામનગર જિલ્લાની 161 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાંથી 38 ગ્રામ પંચાયત સંપૂર્ણપણે બિન હરીફ થવા પામી છે. આથી હવે 123 ગ્રામ પંચાયતોમાં આગામી તારીખ 19ના મતદાન થશે.
જામનગર જિલ્લાની 161 ગ્રામ પંચાયતો માટે સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો હતો. જેમાં આજે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર સ્પષ્ટ થયું છે. અને 38 ગ્રામ પંચાયત બિન હરીફ જાહેર થતા હવે બાકી રહેલી 123 ગ્રામ પંચાયતમાં મતદાન થનાર છે .
જામનગર તાલુકા ની કુલ 38 ગ્રામ પંચાયતમાંથી 11 ગ્રામ પંચાયત બિન હરીફ થવા પામી છે. એટલે કે હવે 27 ગ્રામ પંચાયત માં ચૂંટણી થશે. તેવી જ રીતે કાલાવડ તાલુકાની 29 ગામ પંચાયતમાંથી 9 ગ્રામ પંચાયત બિન હરીફ થતા હવે 20 ગ્રામ પંચાયતમાં મતદાન થશે.
લાલપુર તાલુકાની 30 ગ્રામ પંચાયતમાંથી 6 ગ્રામ પંચાયત બિન હરીફ થવા પામી છે. જ્યાં 24 ગ્રામ પંચાયતમાં ચૂંટણી થશે. જામજોધપુર તાલુકાની 32 ગ્રામ પંચાયતમાંથી બે ગ્રામ પંચાયત બીન હરીફ થતાં હવે ત્યાં 30 ગ્રામ પંચાયતોમાં મતદાન થશે. ધ્રોલ તાલુકાની 16 ગ્રામ પંચાયતમાંથી ચાર ગ્રામ પંચાયતો બિન હરીફ તથા હવે 12 ગ્રામ પંચાયતોમાં મતદાન થશે. તેવીજ રીતે જોડિયા તાલુકા ની 16 ગ્રામ પંચાયતો માંથી 6 ગ્રામ પંચાયતો બિન હરીફ જાહેર થતા હવે 10 ગ્રામ પંચાયત માં મતદાન થશે.