જામજોધપુર તાલુકાના બગધરા ગામેં યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના બગધરા ગામમાં રહેતા એક યુવાને ગઈ રાત્રે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે શેઠ વડાળા પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના બગધરા ગામમાં રહેતા હરેશ મેઘજીભાઈ બાબરીયા નામના 35 વર્ષના યુવાને ગઈકાલે રાત્રે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે.
આ બનાવ અંગે મૃતકના સંબંધી વિક્રમભાઈ બચુભાઈ બાબરીયા એ પોલીસને જાણ કરતાં શેઠ વડાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ મૃતકના રહેણાંક મકાને પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.