જામનગર : વોર્ડ.નં.14 ભાજપની કારોબારી બેઠક સંપન્ન

જામનગર મહાનગરપાલિકા ના વોર્ડ નંબર-૧૪ માં ભારતીય જનતા પાર્ટીના દ્વારા વોર્ડ ની કારોબારી મિટિંગનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રાસંગિક ઉદબોધન પુર્વ પ્રમુખ અશોકભાઈ નંદા,જામનગર શહેરના મહામંત્રી શ્રી પ્રકાશભાઈ બાંભણીયા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સરકારની સિદ્ધિ વિસે માહિતી આપવામાં આવી હતી.
કારોબારી મિટિંગ માં શહેર મહામંત્રી શ્રી પ્રકાશભાઈ બાંભણીયા, પૂર્વ પ્રમુખ અશોકભાઈ નંદા,પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા ,પૂર્વ ચેરમેન દિનેશભાઈ ગજરા,પૂર્વ ડે.મેયર સુરેશભાઈ આલારિયા, કોર્પોરેટર મનીષભાઈ કટારીયા,જીતુભાઈ શિંગાળા, લિલાવાંતીબેન ભદ્રા, શારદાબેન વિંઝુડા,તેમજ વોર્ડના પ્રખુમ નાનજીભાઈ નાખવા, મહામંત્રી ભાવિનભાઈ ,દિનેશભાઈ, તેમજ યુવા મોરચાના પ્રમુખ મોહનભાઈ ગઢવી, મહામંત્રી હિરેનભાઈ માવાણી,ઉપપ્રમુખ કપિલભાઈ મેઠવાણી તેમજ મહિલા મોરચો,અનું મોરચો, બક્ષીપંચ મોરચો અને વોર્ડના પૂર્વ સીનીયર હોદેદારો કાર્યકરો તેમજ વોર્ડના પુરુષ અને મહિલા કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ સાંધી ગીત તથા રાષ્ટ્રીય ગાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે વોર્ડના પ્રમુખ નાનજીભાઈ નાખવા,વોર્ડના મહામંત્રી દિનેશભાઈ અને ભાવિનભાઈ તેમજ વોર્ડન કારોબારી સભ્યો અને કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી હતી.