શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ શાંતાબા જનરલ હોસ્પિાટલમાં સિટીસ્કે‍ન તથા એમ.આર.આઈ.સુવિધાનો પ્રારંભ

શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ શાંતાબા જનરલ હોસ્પિાટલમાં સિટીસ્કે‍ન તથા એમ.આર.આઈ.સુવિધાનો પ્રારંભ
Spread the love

કેળવણીકાર વસંતભાઈ ગજેરા સંચાલિત
શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ શાંતાબા જનરલ હોસ્પિાટલમાં સિટીસ્કે‍ન તથા એમ.આર.આઈ.સુવિધાનો પ્રારંભ

અમરેલી જિલ્લાા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાની અઘ્ય ક્ષતામાં પ.પૂ.કાકાસાહેબ ભાઈલાલભાઈ ધાનાણીના હસ્તે સુવિધાનો પ્રારંભ કરાવાયો

ગજેરા ટ્રસ્ટ દ્વારા આર્થિક પછાત જિલ્લા માં શાંતાબા મેડિકલ હોસ્પિાટલમાં સિટીસ્કેન તથા એમ.આઈ.આર.ની સુવિધા ઉપલબ્ધ થવાથી જિલ્લા માં હજારો મઘ્ય્મ તથા ગરીબ પરિવારોના લાખો રૂપિયાની બચત થશે. પૂ.કાકા સાહેબ.

મારા વતન અમરેલી જિલ્લા ના છેવાડાના ઝુંપડા સુધી ઉત્તમ આરોગ્ય- સુવિધા વિના મુલ્યે પહોંચાડવી અમારો લક્ષ્યાંક હતો, છે અને રહેશે વસંતભાઈ ગજેરા ચેરમેન અમરેલી તથા ગુજરાતમાં શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ, વિદ્યાસભા, શાંતાબા એન્જિોનિયરીંગ કોલેજ, શાંતાબા મેડિકલ કોલેજ, શાંતાબા જનરલ હોસ્પિંટલ એમ વિવિધ સંસ્થા ઓના માઘ્યમથી શિક્ષણમાં આપણા અમરેલીને બીજુ વિદ્યાનગર બનાવનાર કેળવણીકાર વસંતભાઈ ગજેરા સંચાલિત શાંતાબા મેડિકલ કોલેજ એન્ડિ જનરલ હોસ્પિંટલ ખાતે સિટીસ્કે્ન તથા એમ.આર.આઈ. સુવિધાનો પ્રારંભ કરાયો હતો. જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાની અઘ્યાક્ષતામાં તથા પ.પૂ.કાકા સાહેબ ભાઈલાલભાઈ ધાનાણીના વરદ્‌હસ્તે સિટીસ્કેન તથા એમ.આર.આઈ.સુવિધા જિલ્લા ના દર્દી નારાયણ માટે ખુલ્લી મુકવામાં આવી હતી. આ તકે હોસ્પિટલ અધિક્ષક ડૉ.જિત્યાલ, ડીન ડૉ.સિંહા, ડૉ.હરેશ વાળા, ડૉ.હીમ પરીખ, ડૉ.શોભનાબેન મહેતા, એમ.ડી.શ્રી પિન્ટુભાઈ ધાનાણી, ડૉ.સતાણી, ડૉ.બારોટ, મેડિકલ તથા પેરામેડિકલ સ્ટાફ મેમ્બર્સ તથા અમરેલીના અગ્રણી આગેવાનો સર્વ શ્રી સીન્ડીેકેટ સભ્ય ડો.ગીરીશભાઈ ભીમાણી, જીતુભાઈ ડેર, હિરેનભાઈ હિરપરા, ડાયાભાઈ ગજેરા, એમ.કે. સાવલીયા, રિતેષભાઈ સોની, અરજણભાઈ કોરાટ, ડો.વીજય વાળા, ડો.ભરતભાઈ કાનાબાર, ડો.દેવલ ચૌહાણ, અલ્પેશભાઈ દુધાત, હરેશભાઈ બાવીશી, તમામ વિભાગના નિષ્ણાંત તબીબો, લેબ ટેકનીશ્યેન, નર્સીંસ તથા મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ મેમ્બર ઉપસ્થિત રહયા હતા. આ તકે શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલના ચેરમેનશ્રી વસંતભાઈ ગજેરાએ જણાવ્યુ હતું કે સરકારશ્રી પાસેથી હોસ્પિટલનું સંચાલન અમોને સોંપાયું ત્યાર થી આજદિન સુધી અમારા દ્વારા ઓકિસજન, વેન્ટિિલેટર, ડાયાલિસિસ મશીન, બ્લઈડ બેંક, એમ્બ્યુલન્સ વિભાગ વાઈઝ નિષ્ણાંત તબીબો, ઓપરેશન થીએટર્સ, મેડિકલ એન્ડ પેરામેડિકલ સ્ટાફ, દર્દી તથા તેમની સાથે આવનાર માટે વિના મુલ્યે ભોજનશાળા વિગેરે એમ વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે ત્યારે આજે સિટીસ્કેરન તથા એમ.આર.આઈ.ની સુવિધા જિલ્લાનાં ગરીબ,મઘ્ય‍મ,નિરાધાર દર્દી ઓના લાભાર્થે તથા તંદુરસ્તી માટે ઉપલબ્ધ કરાવી છીએ જેનો અમોને અત્યંત આનંદ છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

IMG-20211208-WA0020.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!