મહેસાણા જિલ્લા માં ગુનાહિત પ્રવુતિ આચરવા ફરતા 16 જેટલા ઈસમો ને પોલીસે ઝડપયા

મહેસાણા જિલ્લા માં ગુનાહિત પ્રવુતિ આચરવા ફરતા 16 જેટલા ઈસમો ને પોલીસે ઝડપયા
Spread the love

-મહેસાણા જિલ્લા માં ગુનાહિત પ્રવુતિ આચરવા ફરતા 16 જેટલા ઈસમો ને પોલીસે ઝડપયા

– રાત્રી દરમિયાન પેટ્રોલિંગ સમયે અલગ અલગ વિસ્તારમાં ઈસમો ઝડપાયા

મહેસાણા જિલ્લા માં વિવિધ પોલીસ મથક વિસ્તારમાં રાત્રી પેટ્રોલિંગ દરમિયાન ગુનાહિત પ્રવૃતિઓ ને અંજામ આપવા તેમજ મિલકત વિરુદ્ધ કોઈ ગુનો કરવાના ઇરાદે શંકાસ્પદ હાલત માં ફરતા ઈસમો ને પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી

મહેસાણા જિલ્લા માં રાત્રી દરમિયાન પોલીસ એક્સન મોડ માં આવી જતા ગુનાહિત પ્રવૃતિઓ ને અંજામ આપવા જતા કુલ 16 જેટલા ઈસમો ને ઝડપયા હતા

મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા ચાર જેટલા ઈસમો ને ઝડપયા હતા જેમાં સિવિલ હોસ્પિટલ ના ગેટ પાસે ગુનાહિત પ્રવુતિ આચરવા શંકાસ્પદ હાલત માં ઉભેલા બે ઈસમ દરબાર સુનિલ સિંહ અને ઠાકોર ઝાલમ સિંહ તેમજ હીરા નગર પાસેથી ચૌહાણ પ્રવીણ હૈદરી ચોક પાસે દરગાહ વિસ્તારમાં થી શેખ નુંરજમાલ, મોહમદશા શેખ ને ઝડપયા હતા

કડી પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન શેફાલી સેનીમાં પાસેથી ઠાકોર મહેશજી નામના ઈસમ ને ઝડપયો હતો ખેરલુ પોલીસે એસટી ડેપો પાસેથી સેનમાં બાનુભાઈ , લાડોલ પોલીસે ચાગોદ ગામ પાસેથી પરમાર નારણભાઇ, લાઘણાજ પોલીસે ગેરત પુરા ગામના પાટિયા પાસેથી ઠાકોર હરિજી , બી ડિવિઝન પોલીસે નગલપુર પાસે આવેલ યામહા શો રૂમ પાસેથી અમદાવાદ ના સિંધવ રાહુલ ને ઝડપયો હતો

તેમજ મોઢેરા પોલીસે ઈન્દ્રડ ગામ ની સીમમાં આવેલ અમૃત ઈન્ડસ્ટ્રીઝ પાસેથી છત્રાલ ના દેહદા કાળુભાઇ, ઉનાવા પોલીસે બસ સ્ટોપ પાસેથી અમદાવાદ ના શેખ સલીમ , ઊંઝા પોલીસે મહેસાણા હાઇવે પરથી વિજય પટણી, વસાઈ પોલીસે કુકરવાળા ખાતે આવેલ ચોકસી બજાર માંથી ઠાકોર અક્ષયકુમાર અને વિજાપુર પોલીસે ટીબી ત્રણ રોડ પાસેથી મોબાઇલ ની દુકાન પાસેથી ચાવડા જીગર સિંહ તેમજ વિસનગર શહેર પોલીસે બસ સ્ટોપ પાસેથી મધ્યપ્રદેશ ના ચારેલ ખોમભાઈ ને ઝડપી પડ્યા હતા

આ તમામ ઈસમો રાત્રી દરમિયાન કોઈ ગુનાહિત પ્રવુતિ અચરવાના હેતુ થી અલગ અલગ વિસ્તારમાંથી પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ઝડપાયા હતા જેમાં કેટલાક ઈસમો મહેસાણા જિલ્લા બહાર ન હોવાનું સામે આવ્યું છે તેમજ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!