જામનગર : લાલપુર ચોકડી ઔધોગિક વિસ્તાર પાસે ડીઝલ ભરેલા ટેન્કરની પલ્ટી : ઇંધણ રેલાયું

જામનગર નજીક લાલપુર ચોકડીથી આગળ એપલ ગેઇટ પાસે ગઇ સાંજે ડીઝલ ભરેલું ટેન્કર નં. જીજે૧૨બીડબલ્યુ-૩૩૬૫ પસાર થતું હતું દરમ્યાન ડ્રાઇવરે કાબુ ગુમાવતા ટેન્કર રોડ પર પલ્ટી મારી ગયુ હતું, ટેન્કર પલ્ટી ખાઇ જતા રોડ પર ઇંધણ રેલાયુ હતું, ટ્રાફિક જામ થયો હતો, દરમ્યાનમાં પંચ-બી પોલીસ ટુકડી અને ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઇ હતી, પોલીસે ટ્રાફિક રાબેતા મુજબ કરાવ્યો હતો અને ફાયરની ટીમે ડીઝલ તથા ટેન્કર દુર કરવાની કાર્યવાહી બજાવી હતી.