તમિલનાડુના કુંન્નર માં સેનાના હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

તમિલનાડુના કુંન્નર માં સેનાના હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
તમિલનાડુના કુંન્નર માં સેનાના હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા cds બિપિન રાવત તથા તેમના પત્ની સહિત 11 સેનાના અધિકારીઓને સુત્રાપાડાના પ્રશ્નાવડા ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
તામિલનાડુ કુન્નર નગરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત તેમના પત્ની શ્રીમતિ મધુલિકા અને આર્મી ઓફિસર સાથે 14 લોકોને જઈ રહેલું સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થઈ જતા સર્જાયેલી દુર્ઘટનામાં CDS જનરલ બિપિન રાવત સહિત હેલિકોપ્ટરમાં સવાર 14 પૈકી 13 લોકોના નિધન થતા સમગ્ર રાષ્ટ્રમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.ત્યારે સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
આ કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ અને તાલુકા પંચાયત પ્રમુખ તેમજ ગામના અગ્રણીઓ પ્રતાપભાઇ જાદવ વિરસિગભાઇ,રમેશભાઈ ,દેવસનભાઈ વાઝા, રામસિગભાઇ જાદવ જેસિંગભાઇ,સરમણભાઇ પરમાર ગામ પંચાયત સંરપસના ઉમેદવાર ગોવિંદભાઇ વાઝા,તેમજ પંચાયત ના ઉમેદવારના સભ્યોં અને મોટી સંખ્યામા યુવાનો તથા ગ્રામજનો જોડાયા હતા. અને શહીદ થયેલા વીરો ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
રિપોર્ટ : પરેશ જાદવ
સુત્રાપાડા