અંબાજી આધ્યશક્તિ હોસ્પીટલ ખાતે રોટરી ક્લબના હસ્તે ઑક્સિજન પ્લાન્ટ નો શુભારંભ થયો

ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ અંબાજી છે અંબાજી ખાતે દેશભરમાંથી અને વિદેશમાંથી માઇ ભકતો મોટી સંખ્યામાં આવે છે કોરોના ની બીજી લહેર માં અંબાજી સરકારી હોસ્પિટલ ખાતે કોવીડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું અને અંબાજી આસપાસના લોકો માટે સારી સુવિધા ઊભી કરવામાં આવી હતી . આજે અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલ ખાતે હોસ્પિટલના મીટીંગ હોલમાં રોટરી ક્લબ ના અધિકારીઓ અંબાજી મંદિરના વહીવટદાર કોટેજ હોસ્પિટલના ડોકટરોની હાજરીમાં ઓક્સિજન પ્લાન્ટ ખુલ્લો મુકાયો હતો.
રોટરી કલબ દ્વારા 37 લાખ ઉપરાંતની કિંમતનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો. અમેરિકા ની રોટરી કલબના સહયોગથી આ ઓક્સિજન પ્લાન્ટ અંબાજી ખાતે આજરોજ ખુલ્લો મુકાયો હતો અંબાજી મંદિરના વહીવટદાર ખાસ હાજર રહ્યા હતા અંબાજી આસપાસના લોકોને સારી સુવિધા મળશે. કોરોનાની ત્રીજી લહેરને અનુસરીને તંત્ર તરફથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેમાં રોટરી ક્લબ નો મોટો ફાળો રહ્યો હતો.