રાજકોટ માં નવાગામ પોલીસચોકી થી નવાગામ સુધી નડતર રૂપ દબાણો દૂર કરવા ડીમોલિશન હાથ ધરવામાં આવેલ.

રાજકોટ ના વોર્ડનં.૫ માં નવાગામ પોલીસચોકી થી નવાગામ સુધી નડતર રૂપ દબાણો દૂર કરવા ડીમોલિશન હાથ ધરવામાં આવેલ.
રાજકોટ માં મહાનગરપાલિકા કમિશનરશ્રી અમિત અરોરા સાહેબની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઑફિસરશ્રી એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા (ઇસ્ટ ઝોન) દ્વારા આજ તા.૧૦/૧૨/૨૦૨૧ ના રોજ શહેરના વોર્ડનં.૫ માં નવાગામ પોલીસચોકી થી નવાગામ સુધી ૨૪.૦૦ મીટર ડી.પી. રોડ પર આવેલ નડતર રૂપ દબાણો દૂર કરવા ડીમોલિશન હાથ ધરવામાં આવેલ. જમીન નું (આશરે) ક્ષેત્રફળ ચો.મી. ખુલ્લી કરાવેલ જમીન ની કિંમત. વોર્ડનં.૫ માં નવાગામ પોલીસચોકી થી નવાગામ સુધી ૨૪.૦૦ મીટર ડી.પી. રોડ પર આવેલ નડતર રૂપ જુદી જુદી જગ્યાના આંશિક ૩૨ જેટલા દબાણો દુર કરવામાં આવેલ છે. ૯૧૦.૦૦ ચો.મી. ૨,૩૦,૦૦,૦૦૦.૦૦ કુલ દબાણ ૯૧૦.૦૦ ચો.મી. ૨,૩૦,૦૦,૦૦૦.૦૦ (બે કરોડ ત્રીસ લાખ) આ ડીમોલિશનમાં ટાઉન પ્લાનીંગ શાખા ઇસ્ટ ઝોનના આસી.ટાઉન પ્લાનરશ્રી વી.વી.પટેલ, શ્રી અશ્વિન પટેલ, એડી.એન્જી./એડી.આસી.એન્જી. વર્ક આસી. તથા હેડસર્વેયરશ્રી ટી.પી. સ્ટાફ હાજર રહેલ. આ ઉપરાંત સ્થળ પર રોશની શાખા ટીમ સાથે, દબાણ હટાવ શાખા, ફાયર બ્રિગેડ શાખા, S.W.M શાખા, બાંધકામ શાખા તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.