રાજકોટ માં મહાનગરપાલિકા “સ્વનિધિ સે સમૃદ્ધિ યોજના” અંતર્ગત

રાજકોટ માં મહાનગરપાલિકા “સ્વનિધિ સે સમૃદ્ધિ યોજના” અંતર્ગત રૂ.૧૦,૦૦૦ ની લોનનો લાભ મેળવેલ શહેરી શેરી ફેરીયાઓ અને તેમના પરિવારજનોને વધુ સરકારી અન્ય યોજનાઓનાં લાભ માટેની કામગીરી.
રાજકોટ : ભારત સરકારશ્રી દ્વારા શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors Atma Nirbhar Nidhi) યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકાસ સ્થાપિત કરી આત્મનિર્ભર બને તે હેતુસર માન.વડાપ્રધાનશ્રી દ્વારા તેમનો વ્યવસાય શરુ કરી શકે તે હેતુથી રૂ.૧૦,૦૦૦ સુધીની વર્કિંગ કેપિટલ લોન મેળવેલ લાભાર્થીઓ અને તેમના પરિવારજનો માટે યોજના જાહેર કરવામાં આવેલ છે. મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, નવી દિલ્હી દ્વારા સામાજીક આર્થિક મૂલ્યાંકન (Socio-Economic Profile) અંતર્ગત સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ આ લાભાર્થીઓને સરળતાથી મળી રહે તે માટે જનની સુરક્ષા યોજના, માતૃવંદના યોજના, વન નેશન વન રેશનકાર્ડ, પી.એમ. જનધન યોજના, પી.એમ. જીવનજ્યોતિ યોજના, પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, બાંધકામ અને કન્સ્ટ્રકશન સાથે સંકળાયેલ કામદારોનું રજીસ્ટ્રેશન જેવી વિવિધ યોજનાઓનો લાભ લેવા તથા શહેરી શેરી ફેરિયાઓના રાજકોટ મહાનગરપાલિકા ખાતે સેન્ટ્રલ ઝોનમાં કરવામાં આવી રહી છે. આ વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે શેરી ફેરીયાઓ અને તેમના પરિવારજનોએ પાસપોર્ટ સાઈઝનો ફોટો, પરિવારના તમામ સભ્યોના આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, રેશનકાર્ડની નકલ, બેંક પાસબુક જેવા ડોક્યુમેન્ટ સાથે પ્રોજેક્ટ શાખાના NULM સેલ, રાજકોટ મ્યુનિસિપલ ક્રેડીટ સોસાયટીની ઉપરના ભાગે, ડૉ.આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ મહાનગરપાલિકાનો સંપર્ક કરવાનો રહેશે. વિશેષમાં, PMSVANidhi (PM Street Vendors Atma Nirbhar Nidhi) યોજના અંતર્ગત રૂ.૧૦,૦૦૦ ની લોન મેળવેલ રાજકોટ શહેરના તમામ લાભાર્થીઓને આ વિવિધ યોજનાનો લાભ લેવા અને પોતાના પરિવારજનોની વિગતો અપડેટ કરાવવા તથા પ્રથમ તબક્કામાં રૂ.૧૦,૦૦૦ ની લોન પૂર્ણ થયેલ લાભાર્થીઓને રૂ.૨૦,૦૦૦ ની બીજા તબક્કામાં લોન લેવા પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.