કડીના મેઘના છાત્રાલય ખાતે સ્વામિનારાયણ મંદિર કાલુપુર તાબાના મંદિરો દ્વારા ધર્મસભાનું આયોજન થયું

કડીના મેઘના છાત્રાલય ખાતે સ્વામિનારાયણ મંદિર કાલુપુર તાબાના મંદિરો દ્વારા ધર્મસભાનું આયોજન થયું
Spread the love

કડીના મેઘના છાત્રાલય ખાતે સ્વામિનારાયણ મંદિર કાલુપુર તાબાના મંદિરો દ્વારા ધર્મસભાનું આયોજન થયું

કડી મા ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિરો કડી દ્વારા મહિલા સત્સંગ મહાસભા નું ખુબ જ સુંદર આયોજન નાનીકડી રોડ મેઘના કન્યા છાત્રાલય કેમ્પસમાં યોજાયું હતું

ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત સમગ્ર વિશ્વનું સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌપ્રથમ અમદાવાદ કાલુપુર મંદિર કે જેમાં આપણા સૌના કલ્યાણ માટે ભરતખંડના રાજાધિરાજ ભગવાન શ્રી નરનારાયણ દેવ ને સ્વયમ શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાની બાથમાં લઈને પધરાવેલ છે જે આજે પણ કાલુપુર મંદિરમાં પ્રત્યક્ષ અને પ્રગટ બિરાજે છે શ્રી નરનારાયણ દેવના ૨૦૦ વરસના ઉત્સવ નિમિત્તે પરમપૂજ્ય ધર્મ ધૂરંધર ૧૦૦૮ આચાર્ય મહારાજશ્રી કૌશલેન્દ્ર પ્રસાદજીની પ્રેરણા અને આજ્ઞાથી પરમ પૂજ્ય ૧૦૮ શ્રીલાલજી મહારાજ વજેન્દ્ર પ્રસાદજી ના અધ્યક્ષ પદે આયોજીત થતાં પર્વ નિમિત્તે ધર્મકુળ રત્ન શિરોમણી પરમ પૂજ્ય અ.સૌ લક્ષ્મીસ્વરૂપ ગાદીવાળા શ્રી ની નિશ્રામાં મહિલા સત્સંગ મહાસભા નું આયોજન કડીના નાની કડી રોડ ઉપર આવેલ મેઘના છાત્રાલય ખાતે કરવામા આવેલ હતુ જેમાં કડી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ ધર્મસભામા અમૃતવાણીનો લાભ લીધો હતો પૂજ્ય ગાદીવાળાના પુજન ના મુખ્ય યજમાન પરમ ભક્ત બેલાબેન તથા સહ યજમાન પરમ ભક્ત પ્રેમીલાબેન પટેલ જ્યારે મહાપ્રસાદ મુખ્ય યજમાન પરમ ભક્ત કુંદનબેન અંબાલાલ, પટેલ પ્રિયંકાબેન, અલ્પાબેન તેમજ પરમભક્ત અલકાબેન મહેન્દ્રભાઈ અને સવિતાબેન ઇશ્વરલાલ પટેલે સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!