દ્વારકા માં થેલેસેમિયા સ્ક્રિનિંગ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

દ્વારકા ના ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તથા માતુ શ્રી મોંઘી બેન ચેરી ટ્રસ્ટ ના આર્થિક સહયોગ થી થેલેસેમિયા સ્ક્રિનિંગ તથા બ્લડ ડોનેશન નું આગામી તા.૧૬/૧૨/૨૦૨૧ ગુરૃવાર ના રોજ સવારે ૮:૩૦ થી ૧ વાગ્યા સુધી શારદાપીઠ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઓફ એજ્યુકેશન ખાતે યોજાશે જેમાં કોલેજ ના વિદ્યાર્થી ઓને થેલેસેમિયા સ્ક્રિનિંગ ચેક કરી રિપોર્ટ આપવામાં આવશે આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ નું પણ આયોજન સાથે રાખવામાં આવ્યું છે જે બ્લડ ડોનેશન માં સરસ્વતી વોલ્હસ બ્લડ બેન્ક જામનગર નો સહયોગ મળે છે આ કેમ્પ માં જાહેર જનતા ને જોડાવવા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તથા મોંઘીબેન માતું શ્રી ચેરી ટેબલ ટ્રસ્ટ દ્વારા અખબારી યાદી માં જણાવાયું છે
રિપોર્ટ : ઉમેશ ઝાંખરિયા