ધાનેરા અકબરી એજયુકેશન સેવા ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

આજ રોજ ધાનેરાના લાધાપુરા ઇદગાહ વિસ્તારમાં અકબરી એજયુકેશન સેવા ટ્રસ્ટ દ્વારા સમાજમાં શૈક્ષણિક જાગૃતિ આવે તે હેતુથી શૈક્ષણિક અને કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આવેલા મુખ્ય મહેમાનોએ પ્રવચન થકી જણાવ્યું કે, સમાજ આર્થિક રીતે મજબૂત બને, સમાજમાં એકતા પ્રસ્થાપિત થાય, સમાજ શૈક્ષણિક બાબતોમાં આગળ વધે અને સમાજ પ્રગતિના પંથે સફળતા મેળવે. વધુમાં આ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ અને અક્કલકુવા ના પ્રોફેસર ડૉ.સલીમ સાહેબે જણાવ્યું કે,જ્યારે સમાજમાં શિક્ષણ આવશે ત્યારે જ આપણે કઈક પ્રગતિ કરી શકીશું.આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શૈક્ષણિક બાબતો પર વધુ ભાર મૂકી સમાજમાં હર હંમેશાં જાગૃતિનું કામ કરતા ડૉ.ઈમરાન સાહેબ મહારાષ્ટ્ર્.દિલાવરભાઈ મેમણ.હનિફભાઈ મેમણ ડીસા.ટ્રસ્ટના જવાબદાર સભ્યો, મુસ્લિમ સમાજના ભાઈઓ-બહેનો,મુસ્લિમ સમાજના આગેવાનો,પત્રકાર ભાઈઓ તેમજ આમંત્રિત મહેમાનોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.ધ નેશનલ સ્કૂલ ના શિક્ષક આરીફભાઈએ જણાવ્યું હતું કે.આજના કાર્યક્રમમાં પધારેલા તમામ મહેમાનો તેમજ અકબરી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ ના કાર્યકરો.આયોજકોનો આભાર માન્યો હતો.
રીપોર્ટ :- તુલસી બોધુ, ધાનેરા
(લોકાર્પણ દૈનિક બનાસકાંઠા)