માંડવા પ્રાથમિક કુમાર શાળા ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

માંડવા પ્રાથમિક કુમાર શાળા ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
Spread the love

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, માંડવા અને પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સહયોગથી માંડવા પ્રાથમિક કુમાર શાળા ખાતે મફત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

અંકલેશ્વર તાલુકાના માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પારુલ સેવાશ્રમ હોસ્પિટલ, વાઘોડિયા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગડખોલ દ્વારા તારીખ 12મી ડીસેમ્બર રવિવાર ના રોજ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પ વિવિધ રોગો જેવા કે હૃદય રોગ, આંખ રોગ, સ્ત્રી રોગ સહિત ના રોગોની નિઃશુલ્ક સારવાર નિષ્ણાંત તબીબો દ્વારા કરવામાં આવી. આ કેમ્પમાં વડોદરાના સ્પેશ્યાલીસ્ટ ડૉક્ટરોની ટીમ દ્વારા સર્વ રોગ નિદાન કરવામાં આવ્યું. આ કેમ્પમાં કુલ 450 થી વધારે લોકોએ ભાગ લીધો હતો.
આ કેમ્પમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, માંડવા ના મેડિકલ ઓફિસર ડૉ.જીતેન્દ્ર વાલ્મિક તથા પારુલ સેવાશ્રમ હોસ્પિટલ, વાઘોડિયાના ડૉક્ટર અને માર્કેટિંગ મેનેજર નીતિન શર્મા અને પી.આર.ઓ. પંકજ પાટણવાડિયા તથા માંડવા પી. એચ. સી ના કર્મચારીઓ અને ગામ ના આગેવાનો હાજર રહી સફર બનાવ્યો હતો. આવનાર સમયે આવા કેમ્પનું આયોજન થતું રહે તો લોકોને પડતી શારીરિક તકલીફોનું નિદાન વહેલી તકે બની શકે છે. સરકારી યોજના પી.એમ.જયના સહકારથી આર્થિક રીતે અસમર્થ કે કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં લઈ મોટા રોગ કે શારીરિક તકલીફોનું નિદાન મેળવી શકે છે.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!