કડીમાં એકતા મિત્ર મંડળ દ્વારા CDS બિપિન રાવતને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

કડીમાં એકતા મિત્ર મંડળ દ્વારા CDS બિપિન રાવતને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
કડી ના નાનીકડી જકાત નાકા ચાર રસ્તા ઉપર આવેલ અયોધ્યા રામજી મંદિર ખાતે એકતા મિત્ર મંડળ કડી દ્વારા CDS જનરલ બિપિન રાવત અને અન્ય વીર શહીદોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી જનરલ બિપિન રાવતના નિધનથી લોકોમાં ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે
કડી ના નાની કડી રોડ ઉપર આવેલ જકાતનાકા પાસે આવેલ અયોધ્યા રામજી મંદિર ખાતે એકતા મિત્ર મંડળ દ્વારા ભારત દેશના CDS જનરલ બિપિન રાવત તથા અન્ય શહીદો ની પ્રતિમાને ફૂલો અર્પણ કરીને જે બાદ તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના કડીના પ્રમુખ ભુપેન્દ્રભાઇ પટેલ, આલ્ફા એજ્યુકેશનના મયંકભાઈ સાહેબ,નાનીકડીના ડેપ્યુટી સરપંચ ધર્મેન્દ્રભાઇ પટેલ,મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળા આચાર્ય ખોડાભાઈ પટેલ,એકતા મિત્ર મંડળ કડીના પ્રમુખ સરોજબેન પટેલ, નયનાબેન પટેલ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં