રાજકોટ માં જીનીયસ પેનલની યુવા ટીમ દ્વારા વકીલ યુવાઓ માટે “જય ભીમ” ફિલ્મનો કાર્યક્રમ યોજવામાં આવેલ.

રાજકોટ માં જીનીયસ પેનલની યુવા ટીમ દ્વારા વકીલ યુવાઓ માટે “જય ભીમ” ફિલ્મનો કાર્યક્રમ યોજવામાં આવેલ.
રાજકોટ શહેર ખાતે આવનારી સમગ્ર શહેરના વકીલોના સંગઠન બાર એશોસીએશનની ચુંટણી નો પ્રચાર પુર જોશમાં ચાલી રહ્યો છે. ત્યારે જીનીયસ પેનલ ના ઉમેદવારો જેમાં પ્રમુખ પદ માટે અર્જુનભાઈ પટેલ, ઉપપ્રમુખ પદે બીમલભાઈ જાની, સેક્રેટરીના પદે પી.સી.વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી પદે દીવ્યેશભાઈ મહેતા, ખજાનચી પદે ડી.બી.બગડા, લાયબ્રેરી સેક્રેટરી પદે અજયભાઈ જોશી, તેમજ ૯ સભ્યોની કારોબારીના પદ માટે ઉમેદવારો અજયસિંહ ચૌહાણ, રાજેશ ચાવડા, હિરેન ડોબરિયા, સાગર હપાણી, મોનીશ જોશી, રાજેન્દ્ર જોશી, કુકડીયા રજનીક, કલ્પેશભાઈ મૈયડ, રવી વાઘેલા, આ તમામ ઉમેદવારો ના સમર્થન માં શનિવારે રાજકોટ યુવા એશોસીએશન દ્વારા કેવલમ વેલી રીસોર્ટ ખાતે “જય ભીમ” ફિલ્મ જે યુવા વકીલોના આદર્શ સમાન તામિલનાડુના એક સીનીયર વકીલ એડવોકેટના જીવન પર આધારિત છે. જેમણે ૧૯૯૩ ના વર્ષમાં જયારે આદિવાસી લોકો પર પોલીસ દ્વારા જે અત્યાચાર કરવામાં આવતો તેના માટે જે લડત લડી રહ્યા હતા તેના ઉપર આધારિત છે. આ “જય ભીમ” કાર્યક્રમ દરમ્યાન યુવા વકીલોની જબરદસ્ત સંખ્યા જોઇને તમામ જીનીયસ પેનલના ઉમેદવારોનો પણ જોશમાં વધારો જોવા મળ્યો હતો. આ ફિલ્મ યુવા વકીલોના આદર્શ સ્વરૂપ છે. જેનું આયોજન કરવાનો હેતુ યુવાઓને સંગઠિત કરી આવનારી યુવા પેઢીને એક નવી જ રાહ બતાવવા માટે અને આવનાર સમયમાં યુવા વકીલોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક કાર્યક્રમ રાખવામાં આવેલ ત્યારે આ કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ યુવાનો ને સંબોધીને જીનિયસ પેનલના પ્રમુખ પદના દાવેદાર અર્જુનભાઈ પટેલએ તમામ યુવાઓને આવનાર સમયમાં વકીલાત ક્ષેત્રમાં કઈ રીતે આગળ વધવું તેમજ તમામ વકીલોના પ્રશ્નોના નિરાકરણ માટે હંમેશા સાથે રહેવાનું વચન આપ્યું હતું.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.