જી.શિ.અધિકારી એમ.સી.ભુસારાએ સ્વ.જનરલ બીપીન રાવતને શ્રદ્ધાંજલિ આપી

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પીંપરી ખાતે જી.શિ.અધિકારી એમ.સી.ભુસારાએ સ્વ.જનરલ બીપીન રાવતને શ્રદ્ધાંજલિ આપી
ડાંગ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પીંપરી ખાતે બાળકોમાં દેશભક્તિની ભાવના વિકસે એવા હેતુથી જિલ્લા શિક્ષણાધિકારી એમ.સી.ભૂસારાનાં અધ્યક્ષ સ્થાને દેશનાં વીર શહીદો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો…
પ્રાપ્ત વિગતો અનુસાર તાજેતરમાં જ તમિલનાડુનાં કુન્નુરમાં દેશનાં સેનાનાં સી.ડી.એસ.જનરલ બિપિન રાવત સહિત જવાનોનું હેલીકોપ્ટર ક્રેશ થતા મોટી દુર્ઘટના બની હતી.આ દુર્ઘટનામાં દેશનાં સી.ડી. એસ જનરલ બિપિન રાવત,બિપિન રાવતની પત્ની મધુલિકા રાવત સહિત 12 જેટલા જવાનોનું નિધન થયુ હતુ.આ ઘટનામાં નિધન થયેલ ભારતનાં સી.ડી.એસ જનરલ બિપીન રાવત તથા તેમના ધર્મપત્ની મધુલિકા રાવત સહિત 12 જેટલા જવાનોને શ્રધ્ધાંજલી આપવા માટે ડાંગ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પીંપરી ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી એમ.સી.ભુસારાનાં અધ્યક્ષ સ્થાને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શાળાનાં શિક્ષીકા કે.એસ.દેસાઇએ વિદ્યાર્થીઓને સીડીએસ જનરલ સ્વ.બિપીન રાવતનાં જીવન વિશે માહિતી આપી હતી.ત્યારબાદ શાળાનાં આચાર્ય કે.આર.પરમારે સ્વ.બીપીન રાવતનાં આર્મી જીવનનાં પ્રસંગો ઉપર પ્રકાશ પાડ્યો હતો.અને અંતમાં જિ.શિ.અધિકારી એમ.સી.ભુસારાએ સ્વ.જનરલ બીપીન રાવતનાં જીવન અને આર્મીનાં નિયમો ઉપર વિસ્તૃત વાતો કરી બાળકોમાં દેશભક્તિની ભાવના વિકસે એવુ સુલભ માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ…
રિપોર્ટ : પવન ખેરનાર ડાંગ