હિંમતનગર : પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ-૨૦૨૧ અન્વયે હિંમતનગરના સ્વામી નારાયણ મંદિર ખાતે ખેડૂત સંવાદ યોજાશે

હિંમતનગર : પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ-૨૦૨૧ અન્વયે હિંમતનગરના સ્વામી નારાયણ મંદિર ખાતે ખેડૂત સંવાદ યોજાશે
Spread the love

હિંમતનગર : પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ-૨૦૨૧ અન્વયે હિંમતનગરના સ્વામી નારાયણ મંદિર ખાતે ખેડૂત સંવાદ યોજાશે

ગુજરાત સરકારના કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આવતીકાલ તા. ૧૬ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ પ્રી-વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ અંતર્ગત આણંદ ખાતે કૃષિ સેમિનાર અને પ્રદર્શન યોજાનાર છે.
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી વરચ્યુલી જોડાઇને ખેડૂતોને માર્ગદર્શન આપનાર છે. જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ, રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત રાજ્યના અન્ય મંત્રીશ્રીઓ તથા અન્ય મહાનુભવો ઉપસ્થિત રહેશે
કૃષિ વિષયક નવિન ટેકનોલોજીનો સાબરકાંઠાના ધરતીપુત્રોને વિગત મળી રહે તે માટે હિંમતનગરના સ્વામીનારાયણ મંદિર ખાતે તા. ૧૬ ડિસેમ્બર ૨૦૨૧ ગુરૂવારના સવારના ૧૦-૦૦ કલાકે ખેડૂત સંવાદ કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં જીવંત પ્રસારણ નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ખેડૂતમિત્રોને મોટી સંખ્યામાં લાભ લેવા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!