અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મોકૂફ

અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મોકૂફ
આગામી ૧૮ ડિસેમ્બરના શનિવારના રોજ યોજાનાર અમરેલી જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક ગ્રામ પંચાયતની સામાન્ય/ પેટા/ મધ્યસત્ર ચૂંટણીની આચારસંહિતાના કારણે મોકૂફ રાખવામાં આવી છે. બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નોની ચર્ચા આગામી માસમાં મળનારી બેઠકમાં કરવામાં આવશે તેમ અધિક કલેક્ટરશ્રી અમરેલીની યાદીમાં જણાવાયું છે.