ગાંધીનગર જિલ્લાના વાર્ષિક સંભવિત લિંક્ડ ક્રેડિટ પ્લાન પુસ્તકનું વિમોચન નિવાસી અધિક કલેકટરશ્રીના હસ્તે કરાયું

ગાંધીનગર જિલ્લાના વાર્ષિક સંભવિત લિંક્ડ ક્રેડિટ પ્લાન પુસ્તકનું વિમોચન નિવાસી અધિક કલેકટરશ્રીના હસ્તે કરાયું
Spread the love

ગાંધીનગર જિલ્લાના વાર્ષિક સંભવિત લિંક્ડ ક્રેડિટ પ્લાન પુસ્તકનું વિમોચન નિવાસી અધિક કલેકટરશ્રીના હસ્તે કરાયું

ગાંધીનગર: ગુરૂવાર:
ગાંધીનગર જિલ્લાના વાર્ષિક સંભવિત લિંક્ડ ક્રેડિટ પ્લાન ( પી.એલ.પી) પુસ્તકનું વિમોચન નિવાસી અધિક કલેકટર શ્રી રીતુસિંગના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગર નાબોર્ડ જિલ્લા વિકાસ પ્રબંધક શ્રી મહેન્દ્ર ડૂડીએ જણાવ્યું હતું કે, આ પુસ્તકરૂપી દસ્તાવેજ બેંકરો, સરકાર, એજન્સીઓ, વ્યકતિઓ અને વ્યવસાયિક સંસ્થાઓ માટે ઉપયોગી બની રેહશે. તેમજ પીએલપીના માઘ્યમથી બેંકોને વ્યવસાયના વિકાસ માટે ઉપલબ્ધ ક્રેડિટ સંભવિત અને ઇન્ફ્રાસ્ટ્રકચરને જાણ સરળતાથી મળી શકે છે. તેમજ સરકાર માટે પણ મદદરૂપ થશે. ધિરાણ પ્રવાહને ટેકો આપવા માટે વિકાસલક્ષી માળખાકીય સુવિધાઓ જરૂરી હોય તેવા ક્ષેત્રોને જાણવા માટે એજન્સીઓ, વ્યક્તિઓ, વ્યવસાયિક સંસ્થાઓ દરેક ક્ષેત્રમાં ઉપલબ્ધ ખાનગી રોકાણની તકો અને સરકાર, નાબોર્ડ, બેંકોની વિવિધ યોજનાઓની ઉપલબ્ધતાની માહિતી મેળવી શકે છે.
તેમણે ઉમેર્યું હતું કે, જિલ્લામાં ૮૪.૧૨ ટકા જમીન નાના અને સીમાંત ખેડૂતો પાસે છે. આ ખેડૂતોને તેમની ટકાઉપણું માટે યોગ્ય ઘિરાણ – સહાયની જરૂર છે. વર્ષ- ૨૦૨૨-૨૩ માટે કૃષિ, હાઉસિંગ અને એમએસએમઇ પર ભાર મૂકતા દસ્તાવેજમાં ઘિરાણ સંભવિતા રૂપિયા ૪૫૮૧ કરોડનો અંદાજવામાં આવ્યો છે.
આ પ્રસંગે વિવિધ બેંકો, સંબંધિત જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારી અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!