આહવાની જ્યુ.મેજીસ્ટ્રેટ કોર્ટનો સીમાચિહ્નન રૂપ ચુકાદો

આહવાની જ્યુ.મેજીસ્ટ્રેટ કોર્ટનો સીમાચિહ્નન રૂપ ચુકાદો
Spread the love

આહવાની જ્યુ.મેજીસ્ટ્રેટ કોર્ટનો સીમાચિહ્નન રૂપ ચુકાદો…

વલસાડ ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેંકનાં ચેક રિટર્ન કેસમાં આરોપીને 7.25 લાખ ભરવાની સાથે બે વર્ષની કેદ.બેંકને વળતરની રકમ ચુકવવામાં કસૂર કરે તો વધુ 2 માસની સજાનો ચુકાદો

વિદ્વાન એડવોકેટ હરીશભાઈ ગાંગુર્ડેની ધારદાર દલીલો અને પુરાવાઓ જ્યુ.કોર્ટે માન્ય રાખ્યા…

વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લી આહવાની શાખામાંથી ટ્રેકટર ખરીદવા લોન મેળવ્યા બાદ લોનનાં હપ્તાની રકમ ભરપાઈ કરવામાં ગલ્લા તલ્લા કરતા બેંકની મુદત વીતી જતા બાકીદાર ડાંગ જિલ્લાનાં આંબળીયા ગામના શોભનભાઈ ગવળી  વિરુદ્ધ વલસાડ બેંકે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ 138 મુજબની ફરિયાદ આહવાની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબની કોર્ટમાં દાખલ કરતા ડાંગ જિલ્લાનાં નામાંકિત એડવોકેટ હરીશભાઈ ગાંગુર્ડેની ધારધાર દલીલો, આધારો અને પુરાવાઓ તથા આરોપી તરફેની દલીલો તથા સુપ્રીમ કોર્ટનાં ચુકાદાઓનો વંચાણે લઈ આરોપી વિરુદ્ધ 7.25 લાખ બેં ને ચૂકવવાની સાથે 2 વર્ષની કેદનો ચુકાદો જાહેર કર્યો છે.સાથે જ વળતરની રકમ ચૂકવવામાં આરોપી એવા શોભનભાઈ ગવળી કસૂર કરે તો વધુ 2 માસની સજાનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે.વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક વલસાડ વતી આહવાની જ્યુડિશિયલ કોર્ટમાં દાખલ થયેલ ફરિયાદને બેંકની આહવા શાખામાંથી ટ્રેક્ટર ખરીદવા અંગે શોભાનભાઈ ગવળીએ 2006 માં લોન મેળવી હતી.લોનની વસુલાત સમયે આરોપી એવા શોભનભાઈ ગવળી રૂપિયા 7.25 લાખનો ચેક ખાતામાં જમા કરાવવા આપેલ હતો.જે ચેક રિટર્ન થતાં વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક તરફથી ચેક રિટર્ન અંગેની નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબની ફરિયાદ આહવાની કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.જે બાદ ડાંગ જિલ્લાના નામાંકિત એડવોકેટ હરીશભાઇ ગાંગુર્ડેની ધારદાર દલીલો કોર્ટે માન્ય રાખી આરોપીઓને સજા ફટકારી હતી. ફરિયાદી બેંકે જે પૈસા આરોપીને આપ્યા હતા.તે ખાતેદારોના પૈસા હતા.જો આ પૈસા ખાતેદારોને પરત ન મળે તો તેઓનો બેંક ઉપરથી વિશ્વાસ ઉડી જાય તેમ છે.જે ન્યાયિક અને વ્યાજબી નથી.આમ ચેક રિટનનો આ કેસ આવનાર દિવસોમાં નાણાંકીય સંસ્થાઓ માટે સીમાચિહ્ન રૂપ માનવામાં આવશે.સાથે જ બેંકોનાં ચેક રિટર્નનાં કેસોનો સામનો કરતા આરોપીઓ માટે આ કેસ ખતરાની ધંટી સમાન સાબિત થશે જેમાં મત નથી..

રિપોર્ટ : પવન ખેરનાર, ડાંગ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!