કોરોનાથી અનાથ થયેલા બાળકોને પ્રધાનમંત્રી કેર ફંડ યોજના અંતર્ગત સહાય અપાશેઃ

કોરોનાથી અનાથ થયેલા બાળકોને પ્રધાનમંત્રી કેર ફંડ યોજના અંતર્ગત સહાય અપાશેઃ
ભારત સરકાર દ્વારા કોરોનાકાળ દરમિયાન ઍટલે કે તા.૧૧/૦૩/૨૦૨૦ બાદ અનાથ થયેલા બાળકો તેમજ જેના માતા-પિતા પૈકી કોઇ ઍકનું મૃત્યુ કોરોના પહેલા થયેલ હોય અને ઍક વાલીનું મૃત્યુ કોરોનાને કારણે થયેલા હોય તેવા અનાથ બાળકોને પ્રધાનમંત્રી કેર ફંડ યોજના અંતર્ગત સહાય આપવાની થાય છે. કોરોનાથી અનાથ થયેલ બાળકોની જિલ્લાકક્ષાઍ બાળ કલ્યાણ સમિતિ અને જિલ્લા કલેકટરશ્રી દ્વારા મંજૂરી કાર્યવાહી કરવામાં આવે છે.
જિલ્લાના નાગરિકોને જણાવવામાં આવે છે કે, આપના કુટુંબમાં, સમાજમાં, ફળિયામાં, વિસ્તાર કે ગામમાં જા આવા કોઇ બાળકો હોય તો તાત્કાકિલ જરૂરી પુરાવાઓ સાથે જિલ્લા બાળ સુરક્ષા ઍકમની કચેરી, જિલ્લા સેવા સદન, સી બ્લોક, પહેલો માળ, જુનાથાણા, નવસારીનો સંપર્ક સાધવા જણાવાયું છે.
કચેરી ખાતે જરૂરી પુરાવાઓમાં બાળકના પાસપોર્ટ ફોટા, બાળક અને વાલીના આધારકાર્ડ, માતા-પિતા બંનેને મરણના દાખલા, કોરોના ટેસ્ટના રિપોર્ટ, જે-તે હોસ્પિટલમાં મરણનું કારણદર્શક પ્રમાણપત્ર, શાળાનું બોનોફાઇડ સર્ટિફિકેટ રજૂ કરવા પડશે. આ અંગે વધુ માહિતી માટે કચેરી ફોન નંબર (૦૨૬૩૭)૨૮૧૪૪૦ પર સંપર્ક કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, નવસારીની યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ : પવન ખેરનાર, ડાંગ.