નવસારી જિલ્લાના યુવક-યુવતીઓને સમુદ્ર તરણ પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેવા અમૂલ્ય તક

નવસારી જિલ્લાના યુવક-યુવતીઓને સમુદ્ર તરણ પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેવા અમૂલ્ય તક
Spread the love

નવસારી જિલ્લાના યુવક-યુવતીઓને
સમુદ્ર તરણ પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેવા અમૂલ્ય તક

ગુજરાત રાજયના ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા તરવૈયા યુવક-યુવતીઓને સમુદ્ર તરણ પ્રશિક્ષણ આપી લાંબા અંતરની સમુદ્ર તરણ સ્પર્ધામાં ભાગ લેવા તૈયાર કરવાની પુર્વભૂમિકારૂપે કમિશનશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના ઉપક્રમે દર વર્ષે દસ દિવસની સમદ્ર તરણ તાલીમ પ્રશિક્ષણ યોજવામાં આવે છે. જે જાન્યુઆરી-૨૦૨૨માં દસ દિવસ દરમિયાન વેરાવળ ખાતેના અરબી સમુદ્રમાં શિબિર યોજવાનું આયોજન કર્યુ છે.
શિબિરમાં ભાગ લેવા ઇચ્છતા યુવક-યુવતીઓ કે જેમની ઉંમર તા.૩૧/૧૨/૨૦૨૧ ના રોજ ૧૫ થી ૩૫ વર્ષ, શારિરીક તેમજ માનસિક રીતે તંદુરસ્ત, સામાન્ય સંજાગોમાં સતત ત્રણ કલાક તરી શકવાની ક્ષમતા ધરાવતા હોઇ તેઓઍ નિયત નમૂનામાં અરજીફોર્મ તા.૦૪/૦૧/૨૦૨૨ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, રમતગમત કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ નં-૩૧૩,૩૧૪, બીજા માળ, મુ.ઇણાજ, તા.વેરાવળ, જિ.ગીર સોમનાથ-૩૬૨૨૬૫ ખાતે મોકલી આપવી. શિબિર માટે પસંદગી કરતા પહેલા પૂર્વે તરણ કસોટી યોજાયા બાદ ઉતિર્ણ થનાર ૨૫ યુવક-યુવતીઓની શિબિર માટે પસંદગી કરવામાં આવશે. પસંદગી પામેલા તાલીમાર્થીઓને વતનથી કેમ્પના સ્થળ સુધી આવવા-જવાનું પ્રવાસ ખર્ચ (ઍસ.ટી.બસ) , નિવાસ, ભોજન આપવામાં આવશે. શિબિર માટેનું ફોર્મ કચેરીના બ્લોગ ઍડ્રેસ youthofficergirsomnath.blogsport.com પરથી અને કચેરી પરથી મેળવી શકાશે.

રીપોર્ટ : પવન ખેરનાર, ડાંગ.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!