ગોધરા ખાતે યોજાશે રાજ્ય કક્ષાનો ‘ગુજરાતી સાહિત્યમાં ભારતીયતા’ વિશે પરિસંવાદ

ગોધરા ખાતે યોજાશે રાજ્ય કક્ષાનો ‘ગુજરાતી સાહિત્યમાં ભારતીયતા’ વિશે પરિસંવાદ
Spread the love

ગોધરા ખાતે યોજાશે રાજ્ય કક્ષાનો ‘ગુજરાતી સાહિત્યમાં ભારતીયતા’ વિશે પરિસંવાદ

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે યોજાશે રાજ્ય કક્ષાનો ‘ગુજરાતી સાહિત્યમાં ભારતીયતા’ વિશે પરિસંવાદ. કુમાર આર્ટસ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે, ‘ગુજરાતી સાહિત્યમાં ભારતીયતા’ વિશે પહેલી જાન્યુઆરી-2022 ને શનિવારે ગોધરાની કલરવ સ્કૂલના વિશાળ હોલમાં સવારે 9-30થી સાંજે 4:45 સુધી 1 દિવસીય રાજ્ય સ્તરીય પરિસમવાદનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યકમના ઉદ્દઘાટક તરીકે પંચમહાલ જિલ્લાના માનનીય સમાહર્તા શ્રી સુજલ માયાત્રા સાહેબ ખાસ હાજરી આપશે.
પરિસંવાદમાં બીજરૂપ વક્તવ્ય માટે વિખ્યાત સાહિત્યકાર અને પદ્મશ્રી મા. ડૉ પ્રવીણ દરજી સાહેબ ઉપસ્થિત રહેશે. વક્તાઓ સર્વશ્રી પરમભાઈ પાઠક(સરદાર પટેલ યુનિ), પ્રસાદ બ્રહ્મભટ્ટ(નિવૃત્ત ડાયરેક્ટર, એકેડેમિક સ્ટાફ કોલેજ, ગુજ.યુનિ.), ભરતભાઈ પંડ્યા (એમ એસ યુનિ,બરોડા), વર્ષાબેન પ્રજાપતિ(એસ એલ યુ. કોલેજ, અમદાવાદ) ઉપસ્થિત રહેશે. પરિસંવાદના એક સેશન પેપર પ્રસ્તુતિનું પણ રહેશે.
પરિસંવાદ સ્થળે સંભવતઃ સાહિત્યના પુસ્તકોનું પ્રદર્શન પણ યોજવામાં આવશે.
આ કાર્યકમમાં શાળા-કોલેજના શિક્ષકો, વિદ્યાર્થીઓ સહભાગી થશે.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!