ડભોઇ ખાતે નાતાલ પર્વ ની ઉત્સાહભેર ઉજવણી કરતું ખ્રિસ્તી સમાજ

ડભોઇ ખાતે નાતાલ પર્વ ની ઉત્સાહભેર ઉજવણી કરતું ખ્રિસ્તી સમાજ
Spread the love

ડભોઇ ખાતે નાતાલ પર્વ ની ઉત્સાહભેર ઉજવણી કરતું ખ્રિસ્તી સમાજ

ડભોઇ માં ૨૫મી ડિસેમ્બર ઇસુ ખ્રિસ્તના જન્મની પ્રાર્થના તેમજ પરસ્પર ‘મેરી ક્રિસમસ’ નાતાલ પર્વ ની શુભેચ્છાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. નાના મોટા સૌ કોઈ ઘર માં ક્રિસ્મસ ટ્રી શણગારી પરસ્પર સાન્ટા ક્લોઝ નું વેશ ધારણ કરી ઉજવણી કરી હતી.
આમ તો છેલ્લા એક સપ્તાહથી એટલે કે તા.૧૫ ડિસેમ્બરથી ખ્રિસ્તી લત્તાઓમાં નાતાલના ગીતો ગાતા ગાતા મંડળો ફરી રહ્યા છે. જે તા.૨૪મીની મધ્યરાત્રિ સુધી ફર્યા હતા. બીજી બાજુ યુવાનોએ ફળિયાઓ, સોસાયટીઓ અને લત્તામાં તોરણો બાંધી લાઇટીંગ કરી શણગાર કર્યું હતું. નાતાલમાં ભગવાન ઇસુએ જન્મ લીધો હતો. તે પશુની ગમાણ જેને ગભાણ કહેવામાં આવે છે. તે પણ બનાવવામાં આવે છે. યુવક મંડળોએ દેવળો અને લત્તાઓમાં ગભાણ તૈયાર કરી દીધા છે. બીજીબાજુ દેવળોમાં પણ રોશની સહિતનો શણગાર કરી દેવામાં આવ્યો છે. તા.૨૪મીએ દેવળોમાં મધ્યરાત્રે ભગવાન ઇસુના જન્મદિન નિમિત્તે ખાસ ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ નાતાલ ની ઉજવણી ની શરૂઆત કરવામાં આવી હતી. ક્રિસમસ દરેકના જીવનમાં આનંદ લાવે, તારણહાર પ્રભુ ઇસુ ખ્રિસ્તના જન્મને વધારવા નાતાલ પૂર્વે ઘેર-ઘેર ફરી નાતાલના ગીતા ‘કેરલ સિગિંગ’ ગાવામાં આવે છે. જેમાં અબાલવૃદ્ધ સહુ જોડાય છે. વિશ્વભરમાં કેરલ ગીતો દ્વારા પરસ્પર નાતાલ આગમનની જાણ કરી શુભેચ્છા પાઠવવામાં આવે છે.સમગ્ર વિશ્વ સહિત ડભોઇ માં પણ ખ્રિસ્તી સમાજ દ્વારા હર્ષોલ્લાસ થી નાતાલ ની ઉજવણી કરી આવનાર નવા વર્ષ ની શુભેચ્છા પાઠવી હતી.

રીપોર્ટ:- ચિરાગ (રાજુ ઘેટી)

IMG-20211225-WA0005.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!