પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી ની જન્મજયંતી સુશાસન દિવસ તરીકે ઉજવાઈ

રાજપીપલા ખાતે ના ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી ની જન્મજયંતી સુશાસન દિવસ તરીકે ઉજવાઈ
ડોકટર સેલ દ્વારા બીપી તેમજ ડાયાબીટીઝનું ચેકઅપ કેમ્પ યોજાયો
રાજપીપલા : રાજપીપલા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી સુશાસન દિવસ તરીકે ઉજવાઈ હતી. જેમા ડોકટર સેલ દ્વારા બીપી તેમજ ડાયાબીટીઝ ચેકઅપ કેમ્પ યોજાયોહતો.જેમાં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંજીવીની ક્લિનિક,ડો અજયસિંહ ઠાકોરના દવાખાને સંતોષ ચાર રસ્તા રાજપીપળા ખાતે કેમ્પ યોજાયો હતો. જેમાં ડોક્ટર સેલ ના પ્રમુખ ડો અજયસિંહ ઠાકોરે દર્દીઓને તપાસી વિના મુલ્યે બીપી તેમજ ડાયાબીટીઝનું ચેકઅપ કરવામાં આવ્યું હતું.જેમાં ડોક્ટર સેલ નર્મદા દ્વારા બ્લડપ્રેશર તેમજ ડાયાબિટીસ નું ચેકઅપ ફ્રી માં કરવામાં આવ્યું હતું.
25 ડિસેમ્બરના રોજ અટલબિહારી બાજપાઈ ના જન્મ દિવસને ભાજપે સુશાસન દિવસ તરીકે ઊજવ્યો હતો. આ પ્રસંગે
સંજીવની ક્લિનિક પર ડોક્ટર અજય ઠાકોર ના ક્લિનિક પાસે અટલ બિહારી બાજપાઈજીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી
જેમાં ભાજપા ના આગેવાનો
ડોક્ટર સેલ ના પ્રમુખ ડો અજયસિંહ ઠાકોર, કમલેશપટેલ, દીપકભાઈ જગતાપ, રાજેન્દ્રસિંહ પટેલ, અજિત પરીખ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ ચેકઅપ કરાવ્યું હતું.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપલા