ખેડબ્રહ્મા: ભારતીય જનતા પાર્ટી ખેડબ્રહ્મા શહેર મંડળ પ્રશિક્ષણ વર્ગ યોજાયો.

ખેડબ્રહ્મા: ભારતીય જનતા પાર્ટી ખેડબ્રહ્મા શહેર મંડળ પ્રશિક્ષણ વર્ગ યોજાયો.
ભારતીય જનતા પાર્ટી ખેડબ્રહ્મા શહેર મંડળ પ્રશિક્ષણ વર્ગ પાવાપુરી જલ મંદિર તીર્થ રાણી તળાવ ઇડર ખાતે
તા. 25-26 ના રોજ બે દિવસ અને એક રાત્રી રોકાણ સાથે યોજાયો.
સૌ પ્રથમ પ્રશિક્ષાથીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
પ્રશિક્ષણ વર્ગની શુભ શરૂઆત દિપ પ્રાગટય કરી કરવામાં આવી હતી.
ત્યારબાદ શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાથે,ઉપસ્થિત મહાનુભાવોનું ખેસ અને માતાજી નો ફોટો આપી મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ પ્રશાંતભાઈ પટેલ દ્વારા સન્માન
કરવામાં આવ્યું હતું
પ્રશિક્ષણ વર્ગને સાત સત્રમાં વહેંચવામાં આવ્યું હતું
પ્રથમ સત્ર માં આજના ભારત ની વૈચારિક મુખ્ય ધારા અને આપણી વિચારધારા સત્રના વક્તા અરવિંદભાઈ પટેલે જણાવ્યું હતું
સત્રના અધ્યક્ષ જસુભાઈ પટેલ હતા અને સંચાલક તરીકે રાજેન્દ્રસિંહ ચૌહાણ હતા
દ્વિતીય સત્ર માં આપણી કાયૅપધધતી અને સંગઠન સંરચના માં આપણી ભૂમિકા
વિજય ભાઈ પંડ્યા એ આપી્ હતી.
ત્રીજા સત્રમાં ભાજપ નો ઈતિહાસ અને વિકાસ
તખતસિંહ હડિયોલ દ્વારા આપવામાં આવી હતી
સત્ર સંચાલન પ્રશાંતભાઈ પટેલે કર્યું હતું
ત્રીજા સત્રના અધ્યક્ષ તરીકે જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ના આચાર્ય સુરેશભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા
ચોથા સત્ર માં શક્તિ કેન્દ્ર અને બુથમા કરવાના કાયૅક્રમો
રાજેન્દ્ર સિંહ ચાવડા દ્વારા આપવામાં આવેલી
પાંચમા સત્રમાં કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની યોજનાઓ, અંત્યોદય આપણો પ્રયત્ન કનુભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી
જે સત્રના અધ્યક્ષ સ્થાને બ્રીજેશ પટેલ હાજર રહ્યા હતા
છઠ્ઠા સત્રના વક્તા સાબરકાંઠા જિલ્લા પ્રભારી ભરતભાઇ આર્ય દ્વારા
2014 પછીનું બદલાતું ભારત, આત્માવ નિભર ભારત ની ચર્ચા કરવામાં આવી જેના અધ્યક્ષ મીનાબેન જોષી હતા
જશવંતકુમાર એ પંચાલ સત્ર નું સંચાલન કર્યું હતું
અને સાતમા સત્રમાં મીડિયા નો વ્યવહાર અને ઉપયોગ, સોશ્યલ મીડિયા નો ઉપયોગ ની વાત કલ્પેશભાઈ તડવી એ કરી હતી
ખેડબ્રહ્મા શહેર મંડળ પ્રશિક્ષણ વર્ગ માં અંદાજે એંશી થીં વધુ પ્રશિક્ષાથીઓ પ્રશિક્ષણ વર્ગ માં જોડાયા હતા
પાવાપુરી જલ મંદિર રાણી તળાવ ઇડર ખાતે ના પરીસરમાં પ્રશિક્ષાથીઓ એ ખુબ સરસ માહિતી મેળવી ધન્યતા અનુભવી હતી
આ સાથે મહામંત્રીશ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ અને પ્રશાંત ભાઈ પટેલ દ્વારા શહેર પ્રમુખશ્રી અરવિંદભાઈ રાવલની રાહબરી હેઠળ પ્રશિક્ષણ વર્ગ માટે ભારે જહેમત ઊઠાવી હતી
સમગ્ર જિલ્લામાં પહેલીવાર આવો સુંદર પ્રશિક્ષણ વર્ગ પાવાપુરી જલ મંદિર તીર્થ ખાતે યોજાયો હતો જેની નોંધ ભાજપના સંગઠનને પણ લીધી હતી
સાથે સાબરકાંઠા સાંસદ દિપસિંહજી રાઠોડે પણ પ્રશિક્ષણ વર્ગ ની મુલાકાત લીધી હતી.
બે દિવસ ના પ્રશિક્ષણ વર્ગ માં જમવાની વ્યવસ્થા પણ ખૂબ ઉત્તમ હતી
અંતમાં ઉપસ્થિત મહાનુભાવો નો શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ, મહામંત્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ, અને પ્રશાંતભાઈ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રશિક્ષણ વર્ગ નું સમગ્ર સંચાલન પત્રકાર ધીરુભાઈ પરમારે કર્યું હતું
રિપોર્ટ:ધીરુભાઈ ખેડબ્રહ્મા