ગીર સોમનાથ નાં કોડીનાર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા સાયકલોથોન યોજાઈ

ગીર સોમનાથ નાં કોડીનાર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા સાયકલોથોન યોજાઈ.ફિટ ઇન્ડિયા,ફિટ ગુજરાતના ઉદ્દેશ સાથે યોજાઈ
સાયકલોથોન.આરોગ્ય કર્મી સાથે 50 જેટલા લોકોએ લીધો ભાગ.
25 કિલોમીટરની સાયકલોથોન યોજાઈ. તાલુકા હેલ્થ ઓફિસરે લીલી ઝંડી ફરકાવી સાયકલોથોનને રવાના કરી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં સ્વપ્નને સાકાર કરવા સમગ્ર દેશમાં સાયકલોથોન યોજાઈ રહી છે.ગુજરાતમાં પણ અનેક જગ્યાએ આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે.જે અંતર્ગત આજે કોડીનાર સ્યુગર ફેક્ટરીનાં ગોલ્ડન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કોડીનારનાં આરોગ્ય કર્મચારી અને સ્થાનિક 50 જેટલા યુવાનો સાયકલ સાથે ઉપસ્થિત રહ્યા હતા.અહીંથી ગ્રીન ફ્લેગ ફરકાવી તાલુકા હેલ્થ ઓફિસર ડો.એમ.આર.પઢીયાર દ્વારા સાયકલોથોન નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.આ વિશાળ સાયકલ રેલી કોડીનારનાં દુદાણા ગામ પાસે થઈ પૂરો બાયપાસ ફરી ગોલ્ડન ક્રિકેટ ગ્રાઉન્ડ પરત ફરી હતી.આ સાયકલોથોનનો હેતુ દરેક લોકોને સ્વાસ્થ્ય સંબંધિત જાગૃત કરવાનો હતો. ‘તન દુરસ્ત તો મન દુરસ્ત’ આ સૂત્રને સાર્થક કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનતાને આવાહન કર્યું છે.જેને ચરિતાર્થ કરવા આ સાયકલોથોન યોજાઈ રહી છે.નિયમિત સાયકલિંગ કરવાથી બિનચેપી રોગો જેવાકે, બીપી,મોટાપો, ડાયાબીટીસ,અકારણ થાક લાગવો વગેરેથી બચી શકાય છે.સાથે શરીરને સ્વસ્થ રાખવા જુદી-જુદી કસરતો કરવી પડતી નથી.
કોડીનાર ખાતે યોજાયેલી સાયકલોથોન રેલીમાં લોકોને નિયમિત રીતે સાયકલ ચલાવવાથી થતા ફાયદાઓ સમજાવવા માં આવ્યા હતા.વર્તમાનમાં કોરોનાની ત્રીજી લહેર સંભવી રહી છે ત્યારે સાયકલિંગ એ ઇમ્યુનિટી બુસ્ટરનું કામ કરે છે.વ્હેલી સવારે અથવા સાંજે પ્રાકૃતિક વાતાવરણમાં સાયકલિંગ કરવાથી ફેફસાં મજબૂત બને છે.શરીરને જરૂરી પૂરતો શુદ્ધ ઓક્સિજન મળી રહે છે.આ ઉપરાંત બી.પી.,ડાયાબીટીસ જેવા રોગોમાં ફાયદો થાય છે.અને જો કોઈ રોગ ન હોય તો પણ શરીર કાયમી ધોરણે સ્વસ્થ રહે છે.સાયકલ ચલાવવાથી આખાં શરીરની કસરત થાય છે.બેઠાડું જીવનને કારણે મોટાપો આવી ગયો હોય તો તેમાં પણ ખાસ્સો લાભ મળે છે. સ્નાયુઓ ક્યારેય ઝકડાતા નથી.શરીર તંદુરસ્ત રહે છે જેને લઈ મન પણ પ્રફુલ્લિત રહે છે.
રિપોર્ટ : શૈલેષ વાળા પ્રાચી ગિરસોમનાથ