હિંમતનગર:સાબરકાંઠા જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે સાઇક્લોથોન રેલી યોજાઇ

હિંમતનગર:સાબરકાંઠા જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે સાઇક્લોથોન રેલી યોજાઇ
જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા કલેકટરના હસ્તે રેલીને ફ્લેગઓફ કરાવવામાં આવી
સાબરકાંઠા જિલ્લા પંચાયત હિંમતનગર ખાતે સુશાસન/ગુડ ગવર્નન્સ સપ્તાહ અંતર્ગત જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્રારા ફીટ ઇન્ડિયા ફીટ ગુજરાત અંતર્ગત નિરામય ગુજરાત અન્વયે સાઇક્લોથોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને જિલ્લા પંચાયત પ્રમુખ
ધીરજ પટેલ અને જિલ્લા કલેકટર હિતેષ કોયાના હસ્તે ફ્લેગઓફ કરાવવામાં આવી હતી.
રાજ્યના દરેક નાગરિક નિરોગી, તંદુરસ્ત અને સુખમય જીવન જીવે તે માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સુરત ખાતેથી ફીટ ઇન્ડીયા, ફીટ ગુજરાત સાયક્લોથોનનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, તંદુરસ્ત રહેવા માટે યોગ અને વ્યાયામ કરો, સાયકલ ચલાવો, સાયકલનું ચક્ર આરોગ્ય જાળવીને જીવન ચક્રને ગતિશીલ રાખવા મદદરૂપ બને છે. સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આરોગ્ય વિભાગે રાજ્યમાં ૨૭૦૦ થી વધુ સ્થળોએ બીન ચેપી રોગોથી બચવાની જાગૃતિ કેળવવા સાયકલ અભિયાન યોજ્યું છે.
આ રેલીમાં જિલ્લા વિકાસ અધિકારી દિપેન શાહ, જિલ્લા આરોગ્ય અધિકારી
ડો. રાજેશ પટેલ, સહિત હેલ્થ વિભાગનો સ્ટાફ સાયક્લોથોમાં જોડાયો હતો.સમગ્ર જિલ્લામાં ૧૦૦થી વધુ સ્થળોએ સાયક્લોથોનમાં ૪૦૦૦થી વધુ લોકો સહભાગી થયા હતા.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા