ભરૂચના નર્મદા પાર્ક ઝાડેશ્વર ખાતે નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને “નદી ઉત્સવ” કાર્યક્રમ યોજાયો

ભરૂચના નર્મદા પાર્ક ઝાડેશ્વર ખાતે નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને “નદી ઉત્સવ” કાર્યક્રમ યોજાયો
નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઈ પટેલ અને મહાનુભાવોએ શ્રમદાન કરી નદીઓને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાનો સંદેશ આપ્યો
નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” હેઠળ “નદી ઉત્સવ” કાર્યક્રમ નર્મદા પાર્ક ઝાડેશ્વર ભરૂચ ખાતે નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હ્તું કે, નદી મહોત્સવ અંતર્ગત આજરોજ ભરૂચમાં ખાતે માતા નર્મદાના આંગણે આવ્યા છીએ ત્યારે સાચી શ્રધ્ધાથી માતા નર્મદાના સેવા કરવામાં આવે તો જીવન પર્યંત આશીર્વાદ મળે છે. નર્મદા નદીની પરીક્રમાનું પણ ખુબ મહત્વ છે. જેટલી ગંદકી નર્મદામાં થાય છે તેટલા નર્મદા માતા આપણાથી દૂર થતા જાય છે. નદી સપ્તાહનું સૌથી પહેલુ મહત્વ એ છે કે દરેક નદીઓના કિનારા સાફ થાય. લોકોને નર્મદા માતાની શ્રધ્ધાને જાગૃત કરવા અને સ્વચ્છતા જાળવવા ખાસ અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં બિનઅનામત શૌક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષશ્રી વિમલ ઉપાધ્યાયએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, “આઝાદી કા અમૃત મહોત્સવ” હેઠળ માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રકૃતિ જતન માનવ જતનનું સ્વપ્ન સેવ્યું છે. આપણે સૌ સૌભાગ્યશાળી છીએ કે આપણને મા રેવાનો તટ આજીવન માટે મળ્યો છે. ત્યારે પ્રકૃતિના જતન એ આપણ સૌની જવાબદારી છે એમ શ્રમદાન એક નિમિત્ત બને અને આવનાર પેઢી માટે એક દ્રષ્ટાંત બને તે જરૂરી છે.
કાર્યક્રમમાં મહાનુંભાવોએ સ્વચ્છતાનો સંદેશ આપતા શ્રમદાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિંચાઈ વિભાગના અધિક્ષક ઈજનેરશ્રી આર.જી.ધનકર, નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલ સહિત નાયબ કલેક્ટરશ્રી પ્રિતેશ પટેલ, નગરપાલિકાના કર્મચારીઓ તથા ક્લીન ભરૂચ ક્લીન નર્મદા ગૃપના સભ્યો, પદાધિકારીઓ સહિત મહાનુંભાવો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.