અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ૧૪મી જાન્યુઆરી થી જિલ્લા સંગઠન ની રચના થશે

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ૧૪મી જાન્યુઆરી થી જિલ્લા સંગઠન ની રચના થશે
Spread the love

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ૧૪મી જાન્યુઆરી થી જિલ્લા સંગઠન ની રચના થશે

ભરૂચ જિલ્લા થી થશે શ્રી ગણેશ

રાજ્યના ૩૩ જિલ્લામાં તાલુકા મથક સુધી ની સંગઠન સમિતિઓ બનાવામાં આવશે

પીળા પત્રકારત્વ ને કોઈ જ પ્રોત્સાહન નહી મળે

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત સ્નેહ મિલન સમારોહ ની ભવ્યાતિભવ્ય સફળતા બાદ આ એકતા અને સફળતા નો નાદ ગુજરાત નાં ખૂણે ખૂણે પહોંચે તે જોવાની જવાબદારી આપણા સહુ ની છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે “પત્રકાર કલ્યાણ નિધી” નો આપણો કન્સેપ્ટ સરકાર તરફ ની આપણી નિર્ભરતા ઓછી કરશે અને આપણા અખબાર જગત ને સ્વતંત્રતા અને સ્વભિમાન સાથે પત્રકારત્વ કરવા તરફ આગળ વધારશે. આગામી 14 જાન્યુઆરી બાદ આપણે જિલ્લા સંગઠન ની રચના કરવા માટે જિલ્લા વાઈઝ સંમેલનો નો દૌર શરૂ કરીશું. આ જિલ્લા સંમેલનો ની શરુઆત ઔદ્યોગિક જિલ્લા ભરૂચ થી થશે. આપણે બહુ ઓછા સમયમાં ગુજરાત નાં તમામ 33 જિલ્લામાં તાલુકા મથક સુધીની સંગઠન સમિતિઓ બની જશે. જે પત્રકાર મિત્રો અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ સાથે જોડાશે તેમને અને તેમના પરિવારજનો ને અનેકવિધ રીતે ઉપયોગી થવાની બાબતો પર હાલમાં કામ ચાલી રહ્યું છે. સંગઠન સાથે આધિકારીક રીતે જોડાયેલ હશે તેમને જ સંગઠન નું આર્થિક અને કાયદાકીય સુરક્ષા કવચ મળશે. મહદ અંશે જેમની આજીવિકા પત્રકારત્વ સાથે જોડાયેલ છે તેવા ફુલ ટાઇમ પત્રકારો ને જ સમિતિઓ માં અગ્રતા ક્રમ આપવામાં આવશે. પીળા પત્રકારત્વ ને કોઈ જ પ્રોત્સાહન નહી મળે. આવા લોકોને ને આઇડેન્ટીફાય કરી ખુલ્લા પાડવામાં આવશે. આપ સૌ સાથે રહેશો તો 100% ગુજરાત માં પત્રકારો ની ખોવાયેલી અસ્મિતા અને સ્વાભિમાન હું પરત અપાવીશ.

( જિજ્ઞેશ કાલાવડિયા
9825020064. )

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરો ચિફ, દક્ષિણ ગુજરાત.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!