ચાર વર્ષથી દહેજ ધારા કલમ હેઠળ ના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ચાર વર્ષથી દહેજ ધારા કલમ હેઠળ ના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
Spread the love

છેલ્લા ચાર વર્ષથી દહેજ ધારા કલમ હેઠળ લુણાવાડા પો.સ્ટે.ના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલ સફળતા
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, પંચમહાલ ગોધરા રેન્જનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ મહીસાગર પોલીસ અધિક્ષક શ્રી રાકેશ બારોટ સાહેબનાઓએ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અનુસંધાને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ.શ્રી વી.ડી.ધોરડા સાહેબે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે એલ.સી.બી. સ્ટાફના માણસોની અલગ અલગ ટીમની રચના કરેલ.
દરમ્યાન એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી વી.ડી.ધોરડા સાહેબનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે,લુણાવાડા પો.સ્ટે.ગુ.ર.નં.૫૫/૨૦૧૭ ઇ.પી.કો. ૪૯૮(ક),૫૦૪,૧૧૪ તથા દહેજ ધારા કલમ ૪* વિગેરે મુજબના ગુનાના કામનો નાસતો ફરતો *આરોપી સાયેબખાન બીસ્મીલ્લાખાન પઠાણ રહે.બેડાફળી લુણાવાડા તા.લુણાવાડા જી.મહીસાગરનાનો હાલ કસ્બા મોહલ્લામા હાજર છે તેવી ચોક્કસ બાતમી આધારે *એલ.સી.બી. પો.સ.ઇ. શ્રી આર.કે.ભરવાડ તથા સ્ટાફના એ.એસ.આઇ.ભવાનજી બાલજી,એ.એસ.આઇ.ક્રુષ્ણકુમાર રઘુનાથસિંહ,એ.એસ.આઇ.અમરસિંહ માનસિંહ,અહે.કો. વિરેંદ્રસિંહ અનોપસિંહ,અહે.કો. રાજેશભાઇ કોદરભાઇ અ.હે.કો.પરેશકુમાર મહેંદ્રભાઇ,અ.હે.કો.નરેંદ્રકુમાર કાંતીભાઇ,ડ્રા.હે..કો.સરવતસિંહ માનસિંહ તથા ડ્રા.પો.કો. ગૌરવસીંહ નવલસીંહનાઓને* સુચના આપી સદર જગ્યાએ આરોપીની તપાસ કરવા જણાવતા સદર આરોપીની કસ્બા મોહલ્લા ખાતે તપાસ કરતા ઉપરોક્ત બતામી વાળો ઇસમ મળી આવતા આરોપીને ઝડપી પાડેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે લુણાવાડા પો.સ્ટે સોપવામા આવેલ છે. આમ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવાની ડ્રાઇવ દરમ્યાન એલ.સી.બી.મહીસાગરને આરોપી પકડી પડવામાં સફળતા મળેલ છે.

રિપોર્ટ પિયુષ વાજા

IMG-20211226-WA0053.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!