કડી : આંબલીયારા ગામે જુગાર રમતા બે ઈસમો એલસીબી ના હાથે ઝડપાયા :- બે ફરાર

કડી : આંબલીયારા ગામે જુગાર રમતા બે ઈસમો એલસીબી ના હાથે ઝડપાયા :- બે ફરાર
આંબલીયારા ગામની બ્રાન્ચ કેનાલ ની બાજુના નેળીયાની બાજુમાં જુગાર રમતા બે ઈસમો એલસીબી ના હાથે ઝડપાયા :- બે ફરાર
કડી તાલુકાના આંબલીયારા ગામની બ્રાન્ચ કેનાલની બાજુમાં આવેલ સબ કેનાલની બાજુમાં આવેલ નેળીયા માં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર ઈસમો માંથી બે ઈસમોને મહેસાણા એલસીબી એ બાતમીના આધારે ઝડપી પાડયા હતા.
મહેસાણા જિલ્લામાં જિલ્લા પોલીસ વડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ તથા રેન્જ આઇજી અભયસિંહ ચુડાસમા દ્વારા જિલ્લામાં જુગાર તેમજ પ્રોહિબિશન ની ડામી દેવાની સૂચનાથી મહેસાણા જિલ્લા એલસીબી પેટ્રોલીંગ માં હતી ત્યારે એલસીબી ના પી.એસ.આઇ. એ.કે.વાઘેલા અને એસ. ડી.રાતડા ની ટીમ દ્વારા ખાનગી બાતમીને આધારે આંબલીયારા ગામની બ્રાન્ચ કેનાલ ની બાજુમાં આવેલ સબ કેનાલ ની બાજુમાં આવેલ નેળીયામાં જુગાર રમતા હૈદરભાઇ પીરભાઈ સાબજીભાઈ વાઘેલા રહે.અણદેજ ઇયાવા તથા રમજાનભાઈ અમજીભાઈ ગલાભાઈ કુરેશી રહે.અણદેજ નદાસણાવાળા રોકડ રકમ રૂ.20,920/- ,જુગાર રમવાનું સાહિત્ય સાથે ઝડપાઈ ગયા હતા જ્યારે બે ઈસમો ફરાર થયી ગયા હતા.
પોલીસે ચાર ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ફરાર ઇસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
*ફરાર ઈસમો*
1 – અમરસંગ ઉર્ફે સતીશ તખાજી રહે.આંબલીયારા તા.કડી
2 – સલીમભાઈ રહીમભાઈ મલેક રહે.આંબલીયારા તા. કડી