મોડાસા તાલુકા અન્વયે ફિટ ઇન્ડીયા ફિટ ગુજરાત સાયકલોથોન અંતર્ગત સાયકલ રેલી યોજાઇ

મોડાસા તાલુકા અન્વયે ફિટ ઇન્ડીયા ફિટ ગુજરાત સાયકલોથોન અંતર્ગત સાયકલ રેલી યોજાઇ
Spread the love

સુશાશન વીક ઉજવણી અંતર્ગત ફિટ ઇન્ડીયા ફિટ ગુજરાત સાયકલોથોન ઉજવણીના ભાગરૂપે માન.કલેકટરસા.શ્રી, માન.જિલ્લા વિકાસ અઘિકારીસા.શ્રીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અને ૫રિવાર કલ્યાણ વિભાગ અરવલ્લી મોડાસા ઘ્વારા આજરોજ તા.૨૬.૧૨.૨૦૨૧ના રોજ સાયકલ રેલીનું આયોજન કરવામાં આાવેલ જેને માન.કલેકટરસા.શ્રીએ લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવેલ જેમાં માન.કલેકટરસા.શ્રી, માન.જિલ્લા વિકાસ અઘિકારીસા.શ્રી, આરોગ્ય વિભાગ/શિક્ષણ વિભાગ/ખેતીવાડી વિભાગ તથા અન્ય વિભાગના અઘિકારીશ્રીઓ, ઇન્ડીયન મેડિકલ એસોશીયેશન મોડાસાના ૩૫થી વઘુ ર્ડાકટરશ્રીઓ, શાળાના ૧૦૦થી વઘુ વિદ્યાર્થીઓ તથા આરોગ્ય વિભાગના કર્મચારીશ્રીઓ મળી ૨૦૦થી વઘુ વ્યકતિઓએ સાયકલ રેલીમાં ભાગ લઇ રેલીને સફળ બનાવેલ.
સાયકલ રેલી જિલ્લા સેવાસદનથી નિકળી પેલેટ હોટેલ-પાવનસીટી-મોડાસા ચાર રસ્તા થઇ તાલુકા આરોગ્ય કચેરી મોડાસા ખાતે પૂર્ણ થયેલ. સાયકલ રેલીમાં ભાગ લેનાર વ્યકતિઓને ફિટ ઇન્ડીયા અન્વયેના સર્ટીફિકેટ આ૫વામાં આવેલ.

રીપોર્ટ, મનોજ રાવલ ધનસુરા

IMG_20211226_193847.JPG

Admin

Manoj Raval

9909969099
Right Click Disabled!