સેન્ટ અન્ના રેસિડેન્સીયલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી

સેન્ટ અન્ના રેસિડેન્સીયલ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી…
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારાનાં નિસર્ગમય વાતાવરણમાં થોડા વર્ષો અગાઉ ડાંગનાં આદિવાસી વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી માધ્યમ શાળાનો પાયો નાખનાર સેન્ટ અન્ના સ્કૂલમાં આજે અનેક વિદ્યાર્થીઓ શિક્ષણનું સિંચન મેળવી રહ્યા છે.ત્યારે ગતરોજ સેન્ટ અન્ના ઇંગ્લીશ મીડીયમ સ્કુલ સાપુતારામાં નાતાલ પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.સેન્ટ અન્ના ઈંગ્લીશ મિડિયમ સ્કૂલનાં આચાર્ય સિસ્ટર મનીષાનાં અધ્યક્ષ સ્થાને નાતાલ પર્વનાં અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા.અહી નાતાલ પર્વની ઉજવણી પ્રસંગે શાળાનાં વિદ્યાર્થીઓએ રંગબેરંગી કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.આ નાતાલ પર્વ પ્રસંગે શાળાનાં કેમ્પસ ડાયરેકટર સિસ્ટર મનીષા તથા શાળાનાં સ્ટાફ ગણ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન શાળા કક્ષાએ થતી શૈક્ષણિક પ્રવૃતિઓની પ્રગતિ અને વિદ્યાર્થીઓનાં ભાવિ અંગેનો ચિતાર ઉપસ્થિત વાલીઓ સમક્ષ રજૂ કર્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત આચાર્ય સિસ્ટર મનીષાએ વિધાર્થીઓ માટે સુલભ માર્ગદર્શન પુરું પાડ્યુ હતુ.સેન્ટ અન્ના ઇંગ્લીશ મીડીયમ શાળા સાપુતારા ખાતે નાતાલ પર્વ
નિમિત્તે શાળાનાં સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીગણ ઉપસ્થિત રહ્યો હતા…
રિપોર્ટ : પવન ખેરનાર, ડાંગ.