ડાંગ જિલ્લાનાં આહવા ખાતે મારુતિ સેવા પરમો ધર્મ ટ્રસ્ટનાં નેજા હેઠળ વસ્ત્રદાન કાર્યક્રમ યોજાયો

ડાંગ જિલ્લાનાં આહવા ખાતે મારુતિ સેવા પરમો ધર્મ ટ્રસ્ટનાં નેજા હેઠળ વસ્ત્રદાન કાર્યક્રમ યોજાયો…
ડાંગ જિલ્લાનાં મુખ્ય મથક આહવા ખાતે આવેલ ડાંગ સ્વરાજ આશ્રમમાં મારુતિ સેવા પરમ ધર્મ ટ્રસ્ટ સુરતનાં નેજા હેઠળ વસ્ત્રદાનનો કાર્યક્રમ યોજાયો હતો.ટ્રસ્ટ વતી ડાંગ જિલ્લાનાં જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રો પુરા પાડવામાં આવ્યા હતા.ગરીબોને પડખે રહેનાર ગરીબ લોકોની જરૂરિયાત પૂરી કરનાર મારુતિ સેવા પરમો ધર્મ ટ્રસ્ટ સુરત દ્વારા આજે ડાંગ જિલ્લાનાં આહવા ડાંગ સ્વરાજ આશ્રમમાં વસ્ત્રદાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે ગાંડાકાકાની ઉપસ્થિતમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.સુરતનાં આ ટ્રસ્ટ દ્વારા 2 આઇસર ટેમ્પો કપડા અને ધાબળાનું વિતરણ કર્યું હતુ.ડાંગ જિલ્લાનાં 5 -6 અલગ અલગ ગામડાઓમાં જરૂરિયાતમંદોને કપડા વિતરણ કરવામાં આવ્યા હતા.ડાંગ જિલ્લાનાં ગરીબ લોકોને વસ્ત્રો વિતરણ કરી આ ટ્રસ્ટ દ્વારા માનવતા મહેકાવવામાં આવી હતી.છેલ્લા 3 વર્ષથી મારુતિ સેવા પરમો ધર્મ ટ્રસ્ટ દ્વારા દરેક સીઝનમાં જરૂરિયાત ધરાવનાર લોકોને અલગ અલગ વસ્તુઓનું વિતરણ કરી રહ્યુ છે.આજે કપડા અને ધાબળા મેળવનાર લોકોએ ટ્રસ્ટનો આભાર માન્યો હતો.આ કાર્યક્રમમાં ડાંગ આશ્રમનાં પૂજ્ય વડીલ મુરબ્બી ગાંડા કાકા, આહવા ગામનાં નવનિયુક્ત સરપંચ હરિચંદભાઈ ભોયે ,યુવા મોર્ચા પ્રમુખ આઝાદ સિંહ બધેલ, સમાજ સેવક કમલેશ ભાઈ પાટીલ,તથા ચેતનભાઈ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા..
રિપોર્ટ : પવન ખેરનાર, ડાંગ.