જૂનાગઢ ખાતે સુશાસન દિવસની ઊજવણી અંતર્ગત શહેરી વિસ્તારોમાં રૂા. ૮.૬૫ કરોડનાં વીકાસકામોનું લોકાર્પણ-ખાતમૂહૂર્ત સંપન્ન

જૂનાગઢ ખાતે સુશાસન દિવસની ઊજવણી અંતર્ગત શહેરી વિસ્તારોમાં રૂા. ૮.૬૫ કરોડનાં વીકાસકામોનું લોકાર્પણ-ખાતમૂહૂર્ત સંપન્ન
પ્રધાનમંત્રી આવાસ યોજના અને બી.એલ.સી ઘટક હેઠળ ૨૯૭૬ લાભાર્થિઓને સહાય ચુકવાઇ
સ્ટ્રીટ વેન્ડરને પ્રમાણપત્ર અને પી.એમ. સ્વનિધિ લોનનું વિતરણ કરાયુ
૦૦૦૦૦૦
મંત્રીશ્રી દેવાભાઇ માલમનાં અધ્યક્ષ સ્થાને જૂનાગઢ ટાઊનહોલ ખાતે સુશાસન દિવસની ઊજવણી
જૂનાગઢ : સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત બીજા દિવસે જૂનાગઢ સ્થિત ટાઊનહોલમાં પશુપાલન અને ગૈા સંવર્ધન રાજ્યમંત્રીશ્રી દેવાભાઇ માલમનાં અધ્યક્ષ સ્થાને જૂનાગઢ ઊપરાંત જિલ્લાની વિસાવદર, કેશોદ, વંથલી, સહિત સાત નગરપાલીકામાં કુલ ૮.૬૫ કરોડનાં વિકાસકામોનું ઈ-લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયુ હતું.
આ તકે પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના અને બી.એલ.સી. ઘટક હેઠળ લાભાર્થીઓની સહાય સીધી બેન્ક ખાતાઓમાં જમાં કરાઇ હતી. ઊપરાંત જૂનાગઢ અને જિલ્લાની નગરપાલીકા વિસ્તારનાં ૧૫૧૨ ફેરીયાઓને પી.એમ. સ્વનિધી યોજનાં હેઠળ રૂ. ૧.૧૫ કરોડની લોન મંજુર કરી સ્ટેજ ઉપરથી ૪૦ લાભાર્થીઓને રૂા. ૪.૧૦ લાખનાં ચેક અર્પણ કરાયા હતા. તેમજ સ્ટ્રીટ વેંડરનું પ્રમાણપત્ર અને એન.યુ.એલ.એમ. યોજના હેઠળ વ્યક્તિગત લોનના સ્ટેજ પરથી ૧૮ લાભાર્થીઓને ચેક અર્પણ કરાયા હતા.
લોકાર્પણ ખાતમુહૂર્ત બાદ મંત્રીશ્રી દેવાભાઇ માલમે જણાવ્યુ હતુ કે આજે સમગ્ર રાજ્યમાં સુશાસન સપ્તાહની ઊજવણી અંતર્ગત શહેરી વિસ્તારોમાં લોકોને સરકારશ્રી ની યોજનાઓનાં લાભ આપવામાં આવી રહ્યા છે. તેમણે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની વીગતો આપી તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલે જૂનાગઢ શહેરનાં વિકાસકામોની રૂપરેખા આપી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં અપાતા આર્થીક યોગદાનની વિગતો આપી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતીમાં સુરત ખાતે યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૈાએ નિહાળ્યુ હતુ. આ તકે નાયબ મેયર હિમાંશુભાઇ પંડ્યા, શાસક પક્ષનાં નેતા નટુભાઇ પટોળીયા, વોટર વર્કસ સમીતીનાં ચેરમેન લલીતભાઇ સુવાગીયા, કોર્પોરેટરશ્રીઓ જિલ્લાની વિવિધ નગરપાલીકાનાં પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડો. હારૂન વિહળે સંભાળ્યુ હતુ. કાર્યક્રનીની આભારવીધી નાયબ કમિશ્નર જે.એન. લીખીયાએ કરી હતી.