વિસાવદર ખાતેસ્વામિનારાયણ મન્દિર દ્વારા ભવ્ય શાક ઉત્સવ યોજાયો

વિસાવદર ખાતેસ્વામિનારાયણ મન્દિર દ્વારા ભવ્ય શાક ઉત્સવ યોજાયો
વિસાવદર ખાતે સ્વામિનારાયણ જુના મન્દિર દ્વારા એપોલો સ્કૂલ ખાતે ભવ્ય શાકઉત્સવ નુ આયોજન કરવામાં આવેલ જેમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય ના નુગેન્દ્ર પ્રસાદ મહારાજ તેમજ માતુશ્રી તેમજ અંકલેશ્વર થી નિર્ભયસ્વામી તેમજ પાર્ષદ હાજર રહેલ ત્યારે વિસાવદર ના હરિ ભક્તો દ્વારા ફૂલ હારથી સ્વાગત કરવામાં આવેલ આ શાક ઉત્સવ મા વડતાલ સ્થિત નુગેન્દ્ર પ્રસાદ તેમજ નિર્ભય સ્વામી દ્વારા રીંગણાં ના શાક નો વધાર કરીને સાકને પ્રસાદ ના રૂપમાં ફેરવી નાખેલ ત્યારે વિસાવદર ના હરિભગત તેમજ બહેનો એ પણ બાજરા ના રોટલા બનાવવા ની સેવા આપેલ હતી આ સાકો ઉત્સવમાં વિસાવદર સરસઈ કાલસારી સહિત ગામોના હરિ ભક્તો એ લાભ લીધો હતો આતકે વિસાવદર ના રાજકીય અગ્રણી બિપિન રામાણી માજી કૃષિ મઁત્રી કનુભાલાળા ધનસ્યામ સાવલિયાહાજર રહેલતેમજ જૂનાગઢ જિલ્લા પંચાયત ના ઉપ પ્રમુખ કાવાણી તેમજ તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ સરધારા તેમજ અનેક રાજકીય મહા નુ ભવો હાજર રહેલ આતકે તમામ રાજકીય અગ્રણી તેમજ હરિ ભક્તો દ્વારા પુ લાલજી સ્વામી ની આરતી નો લાભ લીધો હતો અને અંદાજિત બે હજાર થી વધારે હરિ ભક્તો એ પ્રસાદ લીધો હતો
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર