ખાખરીપુરા પ્રા. શાળાના આચાર્ય નું અખિલ ભારતીય શિક્ષા શિરોમણી એવોર્ડથી સમ્માન

ખાખરીપુરા પ્રા. શાળાના આચાર્ય નસીમબાનું ખોખર નું અખિલ ભારતીય શિક્ષા શિરોમણીએવોર્ડથી સમ્માન.
ગોરક્ષ શક્તિધામ સેવાર્થ ફાઉન્ડેશન, ઉજ્જૈન, મધ્ય પ્રદેશ દ્વારા શિક્ષણ કલા અને સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરેલ શિક્ષકોનો સમ્માન સમારંભ તાજેતરમાં ભારતમાતા મંદિર ઉજ્જૈન ખાતે યોજાયો. 25 ડિસેમ્બર ના રોજ ભારત રત્ન ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપાઈ તથા પંડિત મદન મોહન માલવિયા ના જન્મ દિવસ નિમિતે યોજાયેલ આ અખિલ ભારતીય સારસ્વત સમ્માન સમારંભ માં દેશના વિભિન્ન રાજ્યોમાંથી આવેલ શિક્ષકોનું સમ્માન કરવામાં આવ્યું. જેમાં ભરૂચ જિલ્લાના ખાખરીપુરા શાળાના આચાર્ય નસીમબેન ખોખર ની પસંદગી થતાં તેમનું ભારતમાતા મંદિર ખાતે યોજાયેલ આ કાર્યક્રમ માં શાલ, ટ્રોફી અને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું.
રિપોર્ટ:નિમેષ ગોસ્વામી ઝઘડીયા