આહવા આંબાપાડામાં કડકડતી ઠંડીમાં -ધાબળા,સ્વેટર,સાડી અને શાલનું વિતરણ કરાયુ

આહવા આંબાપાડામાં કડકડતી ઠંડીમાં -ધાબળા,સ્વેટર,સાડી અને શાલનું વિતરણ કરાયુ…
આહવા આંબાપાડામાં કડકડતી ઠંડીમાં 300 લાભાર્થી ને -ધાબળા,સ્વેટર,સાડી અને શાલનું વિતરણ કરાયુ…
ડાંગ જિલ્લાનાં આહવા આંબાપાડામાં ભારતીબેન ગાયકવાડ બાપાસીતારામનાં નિવાસ સ્થાને સ્વ.નગીનલાલ ચાવડા ચેરીટેબલ ટ્રસ્ટ વડોદરા અને શ્રી કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટનાં ઈશ્વરભાઈ ગાંડાભાઈ પટેલ અને મુકેશભાઈ ચાવડાનાં સૌજન્યથી શિયાળાની કડકડતી ઠંડીમાં કથાકાર પ્રફુલભાઈ શુકલ દ્વારા 300 ગરીબોને આજે ગરમ ધાબળા,સ્વેટર,સાડી અને શાલનું વિતરણ કરવામા આવ્યુ હતુ.આ પ્રસંગે હંસાબેન નરેશભાઈ પટેલ સાઈપૂજન અને દક્ષાબેન મિસ્ત્રી ગાયત્રી પરીવાર સુરતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.આશીર્વચન આપતા કથાકાર પ્રફુલભાઈ શુકલએ કહ્યુ હતુ કે પ્રાર્થના કરવા જોડાયેલા હાથ કરતા સેવા માટે લંબાવેલા હાથ વધુ પવિત્ર છે,કુરુક્ષેત્રની ભાગવત કથામાં દાતાઓ એ કરેલા દાનથી આજે શિયાળાની કાતિલ ઠંડીમાં ઉઘાડા અંગ ઢકાય એ મોટા યજ્ઞ કરતા પણ વધારે ઉત્તમ છે.આ પ્રસંગે આહવાનાં સરપંચ હરિચંદભાઈ ભોયે,પ્રશાંતભાઈ બોરસે,વિજયભાઈ મહારાજ, ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીપીનભાઈ રાજગુરૂ,પ્રતીક પટેલ,જાગૃતિ પવાર,જયવંતા પવાર,હેમા પટેલ દ્વારા કરવામા આવ્યુ હતુ.આ પ્રસંગે હનુમાન ચાલીસા અને કાગ ભુશુંડી રામાયણની પાઠ કરવામાં આવ્યા હતા.અહી ભારતીબેન ગાયકવાડ દ્વારા કોરોના સમયમાં મૃતદેહોને અગ્નિ સંસ્કાર કરનારા 51 યુવાનોનું સન્માન પણ કરવામાં આવ્યુ હતુ.અહી ગરીબ લાભાર્થીઓની આંખો હર્ષનાં આંસુઓ સાથે અશીર્વાદ આપી રહી હતી.આ વિતરણ પ્રસંગે સનાતન ધર્મનો જયઘોષ કરવામા આવ્યો હતો…
રિપોર્ટ : પવન ખેરનાર, ડાંગ.