ડાંગ : પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જુની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા અંગે ધરણા

ડાંગ : પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જુની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા અંગે ધરણા
ડાંગ જિલ્લાનાં પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જુની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા અંગે ધરણા સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારીને આવેદનપત્ર સુપ્રત કરાયુ…
ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે જુની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા બાબતે ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની આગેવાની હેઠળ આવેદનપત્ર અને ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો દ્વારા ધરણા પર બેસી જુની પેન્શન યોજનાની માંગણી ઉગ્ર બનાવી હતી.સરકાર દ્વારા કર્મચારીઓ માટે જુની પેન્શન યોજના પુનઃ શરૂ કરવામાં ના આવે તો ઉપલી કક્ષાએ પણ ધરણા કરવાની જરૂર પડશે તો તે પણ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.અહી કોઈ પણ સંજોગોમાં પેન્શન લઈને જ જંપીશું એવી ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તથા શિક્ષકો દ્વારા સૂત્રોચ્ચાર કર્યા હતા.આ ધરણા કાર્યક્રમમાં ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિવ્યેશભાઈ સી. પટેલ,મહામંત્રી ચિંતનકુમાર એન. પટેલ,કાર્યવાહક પ્રમુખ,તાલુકા ઘટક સંઘ ના હોદ્દેદારો, રાજ્ય સંઘનાં હોદ્દેદારો તથા ડાંગ જિલ્લાના મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ – બહેનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.સાથે ધરણામાં હાજર તમામ દ્વારા જિલ્લા પ્રા. શિક્ષણાધિકારીને આવેદપત્ર પાઠવવામાં આવ્યુ હતુ.આ માંગણીઓનો ઉકેલ ન આવે તો જરૂર પડ્યે ગાંધીનગર કે દિલ્લી ખાતે પણ જે કાર્યક્રમો યોજવા પડે તો શિક્ષકોએ તૈયારી બતાવી હતી…
રિપોર્ટ : પવન ખેરનાર, ડાંગ.