ડાંગ સાપુતારા પોલીસે ગુટખાનાં જથ્થો ભરેલ પિકઅપવાન પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ડાંગ સાપુતારા પોલીસે ગુટખાનાં જથ્થો ભરેલ પિકઅપવાન પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારામાં ગતરોજ બપોરનાં સમયે સાપુતારા પોલીસે વગર બીલનો ગુટખા ભરેલ પિકઅપ વાન પકડીને આરોપીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.અહી પોલીસે કુલ 15 લાખનો મુદા માલ જપ્ત કર્યો હતો..
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં સાપુતારા પોલીસની ટીમ દ્વારા ગતરોજ વગર બીલે વિમલ ગુટખા તથા તમાકુનાં જથ્થા ભરેલ પિકઅપવાનને પકડીને આરોપીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.તા.26નાં રોજ બપોરનાં સમયે સાપુતારામાં વઘઇનાં રહેવાસી હશરતઅલી ઉર્ફે લાલા ઉ.વ.27 તેમજ શિલોટમાળનાં યોગેશભાઈ ઠાકરે ઉ.વ 23 ને વગર બીલે પિક અપવાનમાં કતાંણનાં કોથળામાં અને પ્લાસ્ટિકનાં થેલામાં વિમલ ગુટખા પેકેટ નંગ:-5320 કિ.રૂ.10,06,400 તથા વિમલ ગુટકાનું તમાકુનું પેકેટ નંગ:-5520 કિ.રૂ.147600 જેની કુલ કિંમત રૂપિયા:-11,54,000 તેમજ પિક અપ વાન ગાડી નં.GJ-15-Z-6013 ની કિંમત રૂપિયા 3,50,000 મળી કુલ 15,04,00 રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
રિપોર્ટ : પવન ખેરનાર, ડાંગ.