રાજકોટ માં રાજ્યના મુખ્યમંત્રીશ્રીના વરદહસ્તે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમુર્હુત કરાશે.

રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા તા.૩૧-૧૨-૨૦૨૧ ના રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે રૂ.૮૨.૪૯ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમુર્હુત કરાશે.
રાજકોટ માં મહાનગરપાલિકા દ્વારા તા.૩૧-૧૨-૨૦૨૧ ના રોજ રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે રૂ.૮૨.૪૯ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમુર્હુત કરાશે. મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર ડૉ.દર્શીતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસકપક્ષ નેતા વિનુભાઈ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, સેનીટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ પાંભર, નગર પ્રાથમિક શિક્ષણ સમીતીના ચેરમેન અતુલભાઈ પંડીત, હાઉસીંગ કમિટીના ચેરમેન વર્ષાબેન રાણપરા, વોટર વર્કસ કમિટીના ચેરમેન દેવાંગભાઈ માંકડ, અગ્નિશામકદળ કમિટીના ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, ગાર્ડન સમીતીના ચેરમેન અનીતાબેન ગોસ્વામી અને બાંધકામ કમિટીના ચેરમેન કેતનભાઈ પટેલ એક યાદીમાં જણાવે છે કે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૩૧-૧૨-૨૦૨૧ ના રોજ રાજ્યના માન.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે રૂ.૮૨.૪૯ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમુર્હુત કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના માન.પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણ વિભાગના માન.મંત્રીશ્રી જીતુભાઈ વાધાણી, ગ્રામ્ય વિકાસ ભાગના માન.મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, ગૃહ વિભાગના માન.મંત્રી હર્ષકુમાર સંધવી, વાહન વ્યવહાર વિભાગના માન.મંત્રી અરવિંદભાઈ રૈયાણી, શ્રમ અને રોજગાર વિભાગના માન.મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પાર્ટીના હોદેદારશ્રીઓ, અધિકારીશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહેશે. રૂ.૧.૩૫ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ પ્લાન્ટ, વોર્ડનં.૧૮ માં રૂ.૩.૦૧ કરોડના ખર્ચે નવું બનાવવામાં આવેલ પ્રાથમિક શાળાનું નવું બિલ્ડીંગ, વોર્ડનં.૧૩ માં રૂ.૨.૩૧ કરોડના ખર્ચે શ્યામાપ્રસાદ મુખર્જી શાળાનં.૬૯ નુ નવું બિલ્ડીંગ, રૂ.૭ કરોડના ખર્ચે પી.પી.પી. યોજના હેઠળ નિર્માણ પામેલ આવાસોનું તથા રૂ.૨૦.૧૨ કરોડના ખર્ચે ૮૧ મિ. હાઈડ્રોલિક પ્લેટફોર્મનુ લોકાર્પણ તેમજ વોર્ડનં.૧૧ માં રૂ.૦.૩૩ કરોડના ખર્ચે બનાવવામાં આવનાર બગીચાનું, રૂ.૪૩.૦૩ કરોડના ખર્ચે ન્યારી-૧ ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન સુધી ૧૨૦૦ વ્યાસ ની M.S પાઈપલાઈન તથા વોર્ડનં.૩ માં રૂ.૫.૦૭ કરોડના ખર્ચે “એઈમ્સ” રસ્તા પર માઈનોર બ્રિજનુ ખાતમુર્હુત કરવામાં આવશે. આમ, આ કાર્યક્રમમાં રૂ.૩૩.૭૯ કરોડના વિકાસ કામોના લોકાર્પણ તથા રૂ.૪૮.૭૦ કરોડના વિકાસ કામોના ખાતમુર્હુત થનાર છે.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.