રાજકોટ માં મુખ્યમંત્રીના રોડ શો માં જોડાયેલ તેમજ સરકારી વાહનો સિવાય તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ

રાજકોટ માં મુખ્યમંત્રીના રોડ શો માં જોડાયેલ તેમજ સરકારી વાહનો સિવાય તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ. રાજકોટ પોલીસ કમિશનર
રાજકોટ માં તા.૩૧/૧૨/૨૦૨૧ ના રોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રીનો પ્રવાસ કાર્યક્રમ હોય. જેમાં તેઓ નો રોડ શો યોજનાર હોય મુખ્યમંત્રીના એરપોર્ટથી લઈ રોડ શોના રૂટ ઉપર કોઇ ટ્રાફિક સમસ્યા સર્જાય નહી તેમજ કોઇ અનીચ્છનીય બનાવ બનવા પામે નહી અને સરળતાથી પસાર થઇ શકે તેમજ આમ જનતાને કોઇ ટ્રાફિકનો અવરોધ ન થાય તે હેતુસર રોડ શો માં જોડાયેલ અને સરકારી વાહનો સિવાય તમામ પ્રકારના વાહનો માટે તા.૩૧/૧૨/૨૦૨૧ ના રોજ સવારે ૯ થી બપોરે ૧ વાગ્યા સુધી શહેરના કેટલાક રસ્તાઓ તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને કેટલાક રસ્તાઓ “નો પાર્કિંગ” જાહેર કરવામાં આવ્યા છે. એરપોર્ટથી, એરપોર્ટ ફાટક થી જુની NCC ચોક થી, મેયર બંગલા, કિશાનપરા જીલ્લા પંચાયત ચોક સુધી રેસકોર્ષ રીંગ રોડની અંદરની સાઈડનો રોડ તથા જીલ્લા પંચાયત ચોકથી યજ્ઞીક રોડ, હરીભાઇ હોલ સુધીના રોડ ઉપર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને નો-પાર્કિંગ રોડ શો માં જોડાયેલ અને સરકારી વાહનો સિવાય કોઈ પણ વાહન માટે પ્રવેશ બંધી.
રિપોર્ટ : દિલીપ પરમાર રાજકોટ.