અમરેલીના સાંસદ શ્રી ના પ્રયાસો થી 15 જાન્યુઆરી થી ધોળા-મહુવા દૈનિક ટ્રેન પુનઃ રાબેતામુજબ દોડશે

અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસો થી આગામી તા. 15 જાન્યુઆરી, 2022 થી ધોળા-મહુવા દૈનિક ટ્રેન પુનઃ રાબેતામુજબ દોડશે
અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસોના ફળસ્વરૂપે રેલવે બોર્ડ તરફ થી આગામી તા. 15 જાન્યુઆરી, 2022 થી ધોળા-મહુવા દૈનિક ટ્રેન પુનઃ રાબેતામુજબ ચલાવવા મંજૂરી આપી દેવામાં આવેલ છે.
પ્રાપ્ત વિગતોનુસર કોરોનાની બીજી લહેર દરમ્યાન રેલવે વિભાગ તરફ થી ધોળા-મહુવા ટ્રેનને બંધ કરવામાં આવેલ હતી. ત્યારબાદ રેલવે વિભાગ તરફથી ધીમે ધીમે જિલ્લા માંથી પસાર થતી તમામ લોકલ ટ્રેનોને પુનઃ કાર્યાન્વિત કરવામાં આવેલ પરંતુ ધોળા-મહુવા ટ્રેન ઉચ્ચ કક્ષાએ મંજૂરીના આભાવે ચાલુ થવા પામેલ ન હતી. જે અંગે લીલીયા અને સાવરકુંડલા તાલુકાના વિવિધ ગામોના લોકો અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ વ્યવસાયકારોએ સાંસદશ્રીને રજુઆત કરતા સાંસદશ્રીએ તાત્કાલિક રેલવે બોર્ડ, જનરલ મેનેજર અને ડી.આર.એમ.ને આ ટ્રેન પુનઃ રાબેતામુજબ ચાલુ કરવા લેખિત તેમજ વિડીયો કોંફ્રેન્સના માધ્યમ થી રજુઆત કરેલ હતી.
_સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા દ્વારા કરવામાં આવેલ રજુઆતના ફળસ્વરૂપે રેલવે બોર્ડ તરફ થી આગામી તા. 15 જાન્યુઆરી થી ધોળા-મહુવા લોકલ ટ્રેનને દૈનિક દોડાવવા જરૂરી મંજૂરી આપી દેવામાં આવેલ છે._
આ ટ્રેન દરરોજ સાંજે 05:40 કલાકે ધોળા થી ઉપડશે અને તે જ દિવસે રાત્રે 09:30 કલાકે મહુવા પહોંચશે અને તેવી જ રીતે સવારે 07:50 કલાકે સવારે મહુવા થી ઉપડશે અને તે જ દિવસે 11:45 કલાકે ધોળા પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં મુસાફરી દરમ્યાન ઈંગોરાળા, જાળિયા, ઢસા, દામનગર, પાંચતલાવડા રોડ, હાથીગઢ, લીલીયા મોટા, ભેંસવડી, જીરા રોડ, સાવરકુંડલા, બાધડા, ગાધકડા, મેરીયાણા, વિજપડી રોડ, વાવેરા, રાજુલા જં., ડુંગર, સાજણાવાવ રોડ, અમૃતવેલ અને મોટા જાદરા સ્ટેશને રોકાશે
રિપોર્ટ : ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા