અમરેલીનાં પાણીયા ગામનાં વિધવા મહિલાઓને રાશનકીટનું વિતરણ થયું

અમરેલીનાં પાણીયા ગામનાં વિધવા મહિલાઓને રાશનકીટનું વિતરણ થયું
અમરેલીનાં પાણીયા ગામે તાજેતરમાં ગામ પંચયાતની યોજાયેલ ચુંટણીમાં સરપંચપદે દેવેન્દ્રભાઈ ભેડા તથા અન્ય સભ્યો વિજેતા થતા સુરત સ્થિત વતનપ્રેમી બાબુભાઈ કાનપરીયા દ્વારા ગામનાં જરૂરીયાતમંદ વિધવા બહેનોને રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે ગામનાં અને કોંગી અગ્રણી શંભુભાઈ દેસાઈએ આગામી પાંચ વર્ષમાં ગામજનો અને આગેવાનોએ સાથે મળીને ગામનો સર્વાંગી વિકાસ કરવાનું આહ્વાન કર્યુ હતું.