કોરોના સામે વધુ સુરક્ષા માટે ભરૂચ જિલ્લામાં તા.૧૦ જાન્યુઆરીથી પ્રીકોશન ડોઝ આપવાની શરૂઆત થશે

કોરોના સામે વધુ સુરક્ષા માટે ભરૂચ જિલ્લામાં તા.૧૦ જાન્યુઆરીથી પ્રીકોશન ડોઝ આપવાની શરૂઆત થશે
બીજો ડોઝ લીધાને ૯ માસ પુરા કરેલ હોઈ તેવા હેલ્થકેર, ફ્રન્ટલાઇન વર્કર તથા ૬૦ થી વધુ ઉંમરની વ્યક્તિઓ કે જેઓને અન્ય ક્રોનિક બીમારીની સારવાર ચાલુ હોય તેવા નાગરિકોને પ્રીકોશન ડોઝ લઇ શકશે
ભરૂચ જિલ્લામાં આજે તા.૧૦/૧/૨૦૨૨ને સોમવારથી હેલ્થ કેર વર્કર, ફ્રન્ટ્લાઇન વર્કર તથા ૬૦ વર્ષથી વધુ ઉંમરની વ્યાક્તિઓની કે જેઓ અન્ય ક્રોનિક બીમારીની સારવાર ચાલુ હોય તેવા નાગરિકોને પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત થનાર છે. જેમાં 25,000 પ્રિકોશન ડોઝના લાભાર્થીઓ, 15-18 વર્ષની ઉંમરના 12015 લાભાર્થીઓ, તથા 18 થી વધુ ઉંમરના બીજા ડોઝના બાકી લાભાર્થીને 22050નું રસીકરણ નિયત થયેલ 225 વેકસીન સેન્ટર પરથી આપવાનું આયોજન કરેલ છે. આ રસી લેવાથી કોરોના સંક્રમણ અટકાવવામાં મદદરૂપ થશે. વધુમા જણાવવાનું કે જે વ્યક્તિઓએ કોવિડ-૧૯ રસીનો બીજો ડોઝ લીધો હોય અને ૯ માસ પૂર્ણ થયા હોય કાયમી ક્રોનિક બીમારીની સારવાર ચાલુ હોય વ્યક્તિઓ જ પ્રિકોશન ડોઝ લેવાને પાત્ર રહેશે.
જિલ્લાના તમામ પાત્રતા ધરાવતા વ્યક્તિઓને કોવિડ-૧૯ રસીક૨ણથી સુરક્ષિત કરી, કોરોના વાઇરસના સંક્રમણથી બચાવવા કોવિડ ૧૯ ૨સીકરણનો પ્રીકોશન ડોઝ લેવા ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ ચૌધરી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ. દુલેરા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યૂરો ચિફ, દક્ષિણ ગુજરાત.